વીએસ હોસ્પિટલમાં નર્સે પાટો કાપવા જતાં 6 મહિનાની બાળકીનો અંગૂઠો જ કાપી દીધો
અમદાવાદમાં વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. નર્સે માત્ર છ મહિનાની બાળકીના હાથનો પાટો કાપવા જતાં અંગૂઠો કાપી દીધો હતો. આ ઘટના બાદ બાળકીનાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તો આ મામલે વીએસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી.
વીએસ હોસ્પિટલમાં અવારનવાર લાપરવાહીના કિસ્સાઓ સામે આવતાં રહ્યા છે. પણ આજે જે કિસ્સો બહાર આવ્યો છે, તેણે ખળભળાટ મચાવી દીધી છે. માત્ર છ મહિનાની બાળકી માહેનૂરની હાથે પાટો કાપવાનો હતો. પણ વીએસની નર્સે કાતર વડે પાટો કાપવાને બદલે માસૂમ બાળકીનો અંગૂઠો જ કાપી દીધો હતો. એક નર્સ થઈને આટલી ગંભીર લાપરવાહી કેવી રીતે થઈ શકે એ એક મોટો પ્રશ્ન છે. બાળકી હાલ છ માસની છે, અને હવે તેને આખી જિંદગી એક અંગૂઠા વગર કાઢવી પડશે. કેમ વીએસ હોસ્પિટલનું નઘરોળ તંત્ર વારંવાર લાપરવાહીના કિસ્સા છતાં કોઈ પગલાં ભરી નથી રહ્યું. અમદાવાદ કોર્પોરેશન હજારો કરોડો રૂપિયાના ખર્ચે વીએસની બાજુમાં જ એસવીપી જેવી વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવે છે. પણ તે જ તંત્ર ગરીબ પરિવારોની માસૂમ બાળકીઓની સારવાર કરવામાં ઊણું ઉતરે છે.
પોતાની લાડકવાયીની અંગૂઠો કાપી દેતાં પરિવારજનો શોકમાં છે, તો બીજી બાજુ નર્સ સામે ભારોભાર આક્રોશ છે. પોતાની ડ્યુટીમાં ગંભીર બેદરકારી દાખવનાર નર્સને કારણે એક માસૂમને જિંદગીભરનો વસવસો રહી જશે. લાગે છે કે, વીએસ હોસ્પિટલ તંત્ર ખાડે ગયું છે. એસવીપીને સફળ બનાવવાની લ્હાયમાં તંત્ર વીએસ હોસ્પિટલ પર પૂરતું ધ્યાન આપી રહી નથી. હવે આ માસૂમ બાળકીના આરોપીઓ સામે સરકાર કોઈ પગલાં ભરશે કે કેમ તે તો જોવું જ રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વીએસ હોસ્પિટલમાં નર્સે પાટો કાપવા જતાં 6 મહિનાની બાળકીનો અંગૂઠો જ કાપી દીધો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/nurse-cut-thumb-of-6-months-old-girl-in-vs-hospital/
via Best Gujarati News
0 Comments