કંગાળિયાતના આરે ઉભેલા પાકિસ્તાનીઓની ઇદની ઉજવણી અંગે જાણી ધ્રાસકો લાગશે!
આજે દુનિયાભરમાં ઇદ મનાવામાં આવી રહી છે પરંતુ પાકિસ્તાનના લોકો માટે આ ઇદ ખુશીઓની જગ્યાએ દુ:ખ લઇને આવ્યું છે. ઇદ પર જ્યાં પહેલાં પાકિસ્તાનના બજાર અને મોલ હાઉસફૂલ રહેતા હતા ત્યાં આજે ખાલી પડ્યા છે. મોંઘવારીના લીધે પાકિસ્તાનમાં વસ્તુના ભાવ કેટલાંય ઘણા વધી ગયા છે. તેના લીધે આમ આદમીની પહોંચ બહાર થઇ ચૂકી છે.
પાકિસ્તાની મીડિયાના મતે કપડાં અને જ્વેલરીનો શોખ હવે ધનિકો સુધી સીમિત થઇ ગયો છે. કારણ કે ઇદ પર આ બધી ખરીદી ગરીબોની પહોંચની બહાર છે. બંગડીઓ અને જૂતાના ભાવ પણ પહોંચની બહાર થઇ ગયા છે.
પાકિસ્તાનના સ્થાનિક દુકાનદારોનું કહેવું છેકે આગઝરતી ગરમી અને મોંઘવારીના લીધે આ વખતે ઇદનો ધંધો ફિક્કો રહ્યો છે. ખાસ કોઇ નવી ચીજવસ્તુ કે સામાન ખરીદવા માટે લોકો બહાર નીકળ્યા જ નથી. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે છેલ્લાં એક મહિનામાં પાકિસ્તાની કરન્સી દુન્યામાં સૌથી નબળી થઇ છે અને તેની કિંમત પાકિસ્તાનીઓ ચૂકવવી પડી રહી છે.
પાકિસ્તાનના સરકારી આંકડાના મતે દેશમાં મોંઘવારી દર 8.82 ટકા થી વધી 9.11 ટકા થઇ ગયો છે. ગયા સપ્તાહે પેટ્રોલના ભાવ 4.26 પૈસા અને ડીઝલના ભાવ 4.50 પૈસા વધી જતા હાલ પેટ્રોલ લીટર દીઠ 112.68 રૂપિયે મળે છે.
છેલ્લાં નવ મહિનામાં પાકિસ્તાન પર દેવાનો બોજ 28 હજાર અબજ રૂપિયાને પાર કરી ગયો છે અને મોંઘવારી બમણી થઇ ગઇ છે. પાકિસ્તાનના શેરબજારની સ્થિતિ પણ ખરાબ છે. પાકિસ્તાનના સ્ટોક માર્કેટના સીઇઓ રિચર્ડ મુરને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના ત્રણ વર્ષના કાર્યકાળમાં હજુ થોડોક સમય બાકી હતો, પરંતુ તેમણે પેહલાં જ રાજીનામું આપી દીધું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કંગાળિયાતના આરે ઉભેલા પાકિસ્તાનીઓની ઇદની ઉજવણી અંગે જાણી ધ્રાસકો લાગશે! appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/drop-in-eid-sales-as-inflation-devaluation-pinch-hard/
via Best Gujarati News
0 Comments