ICC World Cup 2019: IND vs SA, વર્લ્ડકપમાં ભારતની પહેલી મેચ, કિસ મેં કિતના હૈ દમ!
ટીમ ઇન્ડિયા આજે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત સાઉથહેમ્પટનના રોજ બાઉલને મેદાન પર સાઉથ આફ્રિકાની સામે કરશે. વર્લ્ડ રેન્કિંગમાં બીજા નંબરની ટીમ ભારતનો નંબર 3 રેન્કિંગ એટલે કે સાઉ આફ્રિકાની સાથે આ મુકાબલો છે. ટુર્નામેન્ટની શરૂઆ 30મીના રોજ એક સપ્તાહ પહેલાં થઇ ચૂકી છે, પરંતુ ભારતીય ટીમ છઠ્ઠા દિવસે ટુર્નામેન્ટમાં પહેલી મેચ રમશે. જાણકારોને આશા છે કે ટીમને શરૂઆતના 5 દિવસમાં જે આરામ મળ્યો છે તે મેચમાં તેનો લાભ ઉઠાવાની પૂરી કોશિષ કરશે.
આફ્રિકન ટીમ પર પહેલી જીત અને થાકનું દબાણ
ટીમ ઇન્ડિયાની હરીફ સા.આફ્રિકાની વાત કરીએ તો તેની 6 દિવસમાં ત્રીજી મેચ હશે. આની પહેલાં આફ્રિકન ટીમ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની સામે બે મેચ હારી ગયું. ટીમ પર હવે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીતનું દબાણ પણ છે અને 6 દિવસમાં ત્રીજી મેચ રમવાનો થાક પણ છે. ફૈફ ડુ પ્લેસિસના નેતૃત્વવાળી આફ્રિકન ટીમ જાણે છે કે જો આજે હારશે તો પછી સેમિફાઇનલમાં પહોંચવાના તેમના ચાન્સ ઘટી જશે.
આ બે ખેલાડીઓમાં દેખાશે તકરાર
સાઉથ આફ્રિકાના ફાસ્ટર બોલર કગિસો રબાડાએ તાજેતરમાં જ કોહલીને અપરિપરક ગણાવ્યા હતા. આથી આ બંને પોત-પોતાની મેચ દરમ્યાન એકબીજા પર દબાણ બનાવાની કોશિષ કરશે.
બંને ટીમ સામ-સામે
ટીમ ઇન્ડિયા આ વખતે ખિતાબ માટે પ્રબળ દાવેદાર મનાય છે. પરંતુ સાઉથ આફ્રિકાની સામે તેનું અત્યાર સુધીનું પ્રદર્શન જોઇએ તો જૂના આંકડામાં ટીમનું પ્રદર્શન આફ્રિકાની વિરૂદ્ધ થોડુંક નબળું દેખાય છે. વર્લ્ડ કપમાં આ બંનેનો સામનો અત્યાર સુધી 4 વખત થઇ ચૂકયો છે અને સાઉથ આફ્રિકા અહીં 1-3થી આગળ છે.
ભારતે સાઉથ આફ્રિકા પર બનાવ્યો છે દબદબો
આઇસીસી ટુર્નામેન્ટમાં 2012 થી આ બંને ટીમોની વચ્ચે થયેલા મુકાબલા જોઇએ તો અહીં ભારતે પોતાનો દબદબો બનાવ્યો છે. આઇસીસીના કાર્યક્રમોમાં આ બંને ટીમો વીતેલા 7 વર્ષમાં 5 વખત ટકરાઇ અને પાંચ વખત ભારતે આફ્રિકન ટીમને ધૂળ ચટાડી દીધી છે. ટીમ ઇન્ડિયાએ તેને 2012 અને 2014 વર્લ્ડ ટી20મા, 2013 અને 2017મા ચેમ્પિયન્સ ટ્રોફી અને 2015 વર્લ્ડ કપમાં માત આપી છે.
સાઉથહેમ્પટનમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન
સાઉથહેમ્પટનમાં ટીમ ઇન્ડિયા એ અત્યાર સુધી 3 વનડે મેચ જ રમ્યા છે. 2004મા કેન્યાની સામે તેને જીત નોંધાવી હતી અને બાકીના બે મુકાબલોમાં ઇંગ્લેન્ડની વિરૂદ્ધ (2007 અને 2011)મા હારનો સામનો કરવો પડ્યો. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે આ મેદાન પર આ પહેલી ટક્કર છે.
ખાસ છે આ આંકડા
આ દાયકામાં જો ટીમ ઇન્ડિયાના આંકડા પર નજર કરીએ તો આ લાજવાબ છે. જો વનડે ક્રિકેટમાં આઇસીસી ઇવેન્ટ્સમાં ટીમ ઇન્ડિયાનું અત્યાર સુધીનું પ્રદર્શન જુઓ, તો ભારતની જીત 81.5 ટકા છે. આ દરમ્યાન તેને 27 વનડે મેચ (2011 અને 2015 વર્લ્ડ કપ, 2013 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી) રમીને 22મી જીત પ્રાપ્ત કરી. આ કોઇપણ ટીમ માટે સૌથી શાનદાર છે. આ રેસમાં બીજા નંબર પર સંયુકત રીતે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન (60.9 ટકા) છે. સાઉથ આફ્રિકા (54.6 ટકા) અહીં પાંચમા નબંર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ICC World Cup 2019: IND vs SA, વર્લ્ડકપમાં ભારતની પહેલી મેચ, કિસ મેં કિતના હૈ દમ! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-world-cup-2019-interesting-statastic-between-india-and-southafrica/
via Best Gujarati News
0 Comments