લાગે છે કે, હાલ બોટાદ જિલ્લાને ગુનાખોરીનું ગ્રહણ નડ્યું છે. બોટાદમાં છેલ્લા સાત દિવસમાં ત્રણ હત્યાઓ થતાં ચકચાર મચી જવા પામી છે. બોટાદ પોલીસ સબ સલામતીના દાવા કરે છે, પણ દિવસે ને દિવસે બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. છેલ્લા સાત દિવસમાં બોટાદ શહેરમાં 2 હત્યા અને ગઢડામાં એક હત્યાનો બનાવ નોંધાયો છે.

જો ત્રણ હત્યાઓની વાત કરીએ તો, 29મેના રોજ બોટાદના ખોડીયારનગર વિસ્તારમાં રાજુભાઈ રુદાતલા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. તો તે જ દિવસે ગઢડા તાલુકામાં પતિએ પત્નીને સળગાવી દીધી હતી. જેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બે હત્યાની સ્યાહી સૂકાઈ નથી ત્યાં, ગત રાત્રિએ બોટાદમાં સરકારી હાઈસ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક યુવાનને બેટ વડે લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બોટાદ જિલ્લામાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવી રીતે અપરાધીઓ રોજ નવા ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ માત્ર તમાશો જોઈ રહ્યા છે. માત્ર પેટ્રોલિંગ અથવા સરપ્રાઈઝ ચેકિંગથી કોઈ ગુનાઓ અટકવાના નથી, ત્યારે પોલીસે લોકોનાં સાચા પ્રશ્નોને ન્યાય મળે અને ગુનાખોરી કેવી રીતે અટકાવી શકાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બોટાદમાં સાત દિવસમાં ૩ હત્યા, બેટ વડે હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/three-murders-in-just-seven-days-in-botad/
via Best Gujarati News