વિશ્વ પર્યાવરણ દિવસ: એવરેસ્ટને બનાવી દીધો કચરાનો ઢગલો, સત્ય હકીકત જાણી મનુષ્ય પર આવશે ગુસ્સો!
હિમાલયના ખોળામાં આવેલું માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. સદીઓથી સફેદ બરફની ચાદર ઓઢીને ઉભેલા વિશાળકાય શિખરની ઊંચાઇ અંદાજે 29029 ફૂટ છે. એક જમાનામાં શ્વેત અને સ્વચ્છતાના પ્રતિક કહેવાતા એવરેસ્ટ પર આજે કચરાનો ઢગલો બનતો જાય છે. પર્યાવરણ દિવસના અવસર પર જાણીએ કે આખરે એવરેસ્ટ પર આટલી ગંદકી ફેલાવાનું અસલી કારણ શું છે.
માણસોથી એવરેસ્ટને ખતરો
દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર જનાર પર્વતારોહીઓની સંખ્યામાં ઉત્તરોત્તર દર વર્ષે વધારો થાય છે. આ વર્ષે પણ 600થી વધુ લોકો આ શિખર સુધી પહોંચી ચૂકયા છે. અહીં જનાર દરેક પર્વતારોહી પોતાની સુરક્ષાની પૂરી વ્યવસ્થા થયા બાદ જ ઉપર જાય છે. એવરેસ્ટ પર ચઢનાર પર્વતારોહી ચર્ચામાં આવે છે પરંતુ તેમના દ્વારા ફેલાવામાં આવેલા કચરાનો કોઇ ઉલ્લેખ થતો નથી.
કેવી રીતે ફેલાય છે એવરેસ્ટ પર કચરો
એવરેસ્ટ પર ગયા બાદ પર્વતારોહી પોતાના ટેન્ટ, સાધનો, ખાલી ગેસ સિલિન્ડર, પ્લાસ્ટિકની બોટલ અને જંક ફૂડના પેકેટ વગેરે તમામ વસ્તુ ત્યાં છોડીને આવે છે. 18 વખત એવરેસ્ટ સર કરી ચૂકેલા પેમ્બ દોરજે શેરપા ખુદ તેના સમર્થનમાં નથી. પર્વતારોહીની આ લાપરવાહીના લીધે આજે એવરેસ્ટ એક કચરાનો ઢગલો બની ગયો છે.
3000 કિલોગ્રામ કચરો કાઢ્યો
આ વર્ષે નેપાળમાં 14મી એપ્રિલથી શરૂ થયેલા મહત્વકાંક્ષી સફાઇ અભિયાનની અંતર્ગત માઉન્ટ એવરેસ્ટથી અંદાજે 3000 કિલોગ્રામ નક્કર કચરો હટાવ્યો હતો. ત્યારબાદ પણ એવરેસ્ટ પર ખૂબ બધો કચરો ફેલાયેલો છે. કચરાની સફાઇની જવાબદારી સોલુખુંબુ જિલ્લાના ખુમ્બુ પાસાડલ્હામુ નગર પંચાયતે ઉઠાવી છે. તેમનો લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ પર અંદાજે 10000 કિલોગ્રામ કચરો હટાવાનો છે. આ અભિયાનમાં નેપાળ સરકારે અંદાજે 2.3 કરોડ નેપાળી રૂપિયા ખર્ચ કર્યા હતા.
કેવી રીતે એવરેસ્ટને રાખવો સ્વચ્છ
પર્વતારોહીઓને એવરેસ્ટ પર મોકલવાનીસંસ્થાઓને તેને સુરક્ષિત રાખવાની પહેલ કરવી પડશે. ચઢાણ પહેલાં તેમને સ્વચ્છતાને લઇ સખ્ત નિર્દેશ આપવા જોઇએ. જંક ફૂડ કે પેકિંગ ફૂડની જગ્યા બીજા વિકલ્પો પર વિચાર કરવો જોઇએ. તેને લઇ સખ્ત નિયમ બનાવા જોઇએ જેથી કરીને લોકો કચરો ફેંકવાનું બંધ કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિશ્વ પર્યાવરણ દિવસ: એવરેસ્ટને બનાવી દીધો કચરાનો ઢગલો, સત્ય હકીકત જાણી મનુષ્ય પર આવશે ગુસ્સો! appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/world-environment-day-less-plastic-save-mount-everest/
via Best Gujarati News
0 Comments