જનાબ, જબાન આપી હતી…આકાશમાં મોડી રાત્રે ભારત-પાકિસ્તાનની વચ્ચે મીઠી ઇદ
પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે પોતાના હવાઇ ક્ષેત્ર પર મૂકેલા પ્રતિબંધ હટાવ્યા બાદ સોમવાર રાત્રે પહેલું વિમાન પાકિસ્તાનના રસ્તે દિલ્હીમાં દાખલ થયું. દુબઇથી દિલ્હીની વચ્ચે ઉડાન ભરનાર ઇન્ડિગોના આ વિમાનને દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા બાદ તરત જ ઇન્ડિગો ફલાઇટ ઓપરેશન્સ સેન્ટરને એક કોલ આવ્યો. પાકિસ્તાનના અમદાવાદ નજીક ટેલેમ એન્ટ્રી પોઇન્ટને રવિવાર સાંજે પોતાની તરફથી ખોલી દીધો હતો.
કોલ કરનાર શખ્સ પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના ડાયરેકટર હતા. તેમણે કોલ રિસીવ કરનાર ઇન્ડિગોના ડ્યુટી ઓફિસરને કહ્યું જનાબ તમે હજુ સુધી જાગી રહ્યા છો! ઇન્ડિગોના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનના સીએએ એ અમારા અધિકારીને કહ્યું કે હું ફ્લાઇટને મોનિટરિંગ કરી રહ્યો છું. વિમાન સફળતાપૂર્વક લેન્ડ થઇ ચૂકયું છે. તમને જુબાન આપી હતી. ઇદ મુબારક.
ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલાના એક દિવસ બાદ 27 ફેબ્રુઆરીથી આ તમામ 11 એન્ટ્રી પોઇન્ટ્સને બંધ કરી દીધા હતા. જેના દ્વારા ભારતીય વિમાન પાકિસ્તાનની વાયુ સરહદમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ દિલ્હી સહિત દક્ષિણ એશિયાના અન્ય દેશો અને પશ્ચિમી દેશો માટે ઉડાન ભરનાર વિમાન લાંબા માર્ગ દ્વારા ઓપરેશન ચાલુ રાખતા હતા.
પહેલાં લેન્ડ પોઇન્ટને રવિવારના રોજ ટેલેમમાં ખોલ્યો. તેના દ્વારા વિમાન પાકિસ્તાનના રસ્તે ભારત પહોંચ્યું. આ માર્ગ ખૂલ્યાની 4 મિનિટ બાદ તેનો સૌથી પહેલાં ઉપયોગ રવિવારની સાંજે 5.34 વાગ્યે એતિહાદના અબુધાબી-દિલ્હીની વચ્ચે ઉડાન ભરનાર વિમાને કર્યો.
લાંબી ઉડાન અને વધુ ઇંધણની સાથે તૈયાર હતા વિમાન
ઇન્ડિગોના એક અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનને જણાવ્યું હતું કે શ્રેષ્ઠ થશે કે ટેલેમ દ્વારા વધુમાં વધુ ઉડાન શરૂ કરતાં પહેલાં આ રસ્તા પરથી એક ટેસ્ટ ફ્લાઇટને પસાર કરો. તેમના મતે દુબઇ-દિલ્હી ફ્લાઇટ (6E-24)ને આ રસ્તા પરથી સોમવારના રોજ પસાર કરવાની યોજના બનાવી હતી.
હાલના સમયમાં તણાવની અસર બંને દેશોની વચ્ચે પરસ્પર અવિશ્વાસના ભાવને જોતા ઇન્ડિગોએ કોઇ ચાન્સ લીધો નથી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાંબા રસ્તાનો ઉપયોગ કરવા માટે વિમાનમાં પૂરતું ઇંધણ ભરી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જનાબ, જબાન આપી હતી…આકાશમાં મોડી રાત્રે ભારત-પાકિસ્તાનની વચ્ચે મીઠી ઇદ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/eid-mubarak-pakistan-aviation-director-to-indigo/
via Best Gujarati News
0 Comments