લોખંડના તાર ભરેલાં ટ્રકમાં ટ્રાવેલ્સની બસ ઘુસી જતાં ડ્રાઈવર સહિત છ ને ઈજા
- જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના ગડુ પાસે વધુ એક અકસ્માત સર્જાતો હતો. જેમાં રોડ ઉપર લોખંડના તાર ભરેલા ટ્રકમાં પાછળથી એક ખાનગી ટ્રાવેલ્સની બસ ઘુસી જતાં ડ્રાઈવર-ક્લીનર અને ચાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પવન ટ્રાવેલ્સની ખાનગી બસ સવારે આઠ વાગ્યાના અરસામાં ભંડુરી ગડુ હાઈવે ઉપરથી પસાર થઈ રહી હતી. ત્યારે ઝડકા ગામ રોડ ઉપર ઉભેલા લોખંડના તાર ભરેલા ટ્રકમાં પાછળથી ટ્રાવેલ્સ ઘુસી ગઈ હતી. જેથી લોખંડના તાર બસનો આગળનો કાચ તોડીને અંદર ઘુસી ગયા હતા. જેમાં આગળ બેઠેલા ડ્રાઈવર મયુર રાજુભાઈ પાડલીયા ઉ.૩૫ (જામનગર), ક્લીનર રવિ નંદલાલ કુંદરાણી ઉ.૨૨ (માણાવદર), મુસાફ્રો વાજા હિતેશ પરબતભાઈ ઉ.૨૩ (જમાલપરા,તાલાલા), કાંતાબેન પ્રવીણભાઈ ડાભી ઉ.૪૦ (કેવદ્રા), કાજલબેન પ્રવીણભાઈ ડાભી ઉ.૨૩ , હરેશ શામળદાસ પીપલાણી ઉ.૫૦ (કડી, મહેસાણા) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં ગડુ અને અને માળીયાની ૧૦૮ ઈમરજન્સી સેવા પહોંચીને ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જેમાં ત્રણની હાલત ગંભીર જોવા મળી હતી. આ સિવાય અન્ય ૧૫ થી ૧૮ મુસાફ્રોને નાની-મોટી સામાન્ય ઈજાઓ પહોચી હતી. ઘટનાને પગલે પોલીસ દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લોખંડના તાર ભરેલાં ટ્રકમાં ટ્રાવેલ્સની બસ ઘુસી જતાં ડ્રાઈવર સહિત છ ને ઈજા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/travel-bus-and-truck-accident-in-junagadh/
via Best Gujarati News
0 Comments