‘સુપર 30’નાં ટ્રેલર પર આનંદ કુમારે એવું રિએક્શન આપ્યું કે ઋતિકને આવશે રડવું!
ઋતિક રોશનની ફિલ્મ સુપર 30નું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલરને લઈને માર્કટમાં ફિલ્મ જોવા માટે લોકોની માગ વધી રહી છે. લોકોને ફિલ્મની કહાની વધારે પસંદ આવી. સુપર 30ની કહાની બિહારમાં કોચિંગ સંસ્થા ચલાવનાર આનંદ કુમારનાં જીવન પર છે. હવે ખુદ આનંદ કુમારે પણ આ ટ્રેલર જોઈને રિએક્શન આપ્યું છે કે કેવું લાગ્યું ટ્રેઈલર.
આનંદ કુમારે એક ટ્વિટ કરી કે જેમાં આખો પરિવાર સાથે બેસીને ટ્રેલર જુએ છે. તેમણે લખ્યું કે, ટ્રેલર જોઈને આખા પરિવારનાં આંખોમાં આંસુ આવી ગયા. મને લાગ્યું કે ફિલ્મમાં ઋતિક રોશન નહીં પણ હું જ છું. મારા સંઘર્ષના દિવસો યાદ આવી ગયા. ફિલ્મની આખી ટીમનો આભાર. હાલમાં જ એક પછી એક ફિલ્મનાં પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યાં છે.
ट्रेलर देखा | पूरे परिवार के आँखों में आंसू आ गये | लगा कि फिल्म में रितिक रोशन नहीं बल्कि मैं ही हूँ | संघर्ष के दिन याद आ गये | अत्याचारियों से मुकाबला करते हुये भी कठिन परिस्थितियों में भी विद्यार्थियों पढ़ाना | भाई का साथ | और सबकुछ | फिल्म की पूरी टीम का आभार | pic.twitter.com/9ZaBxBVnFd
— Anand Kumar (@teacheranand) June 4, 2019
ઉલ્લેખનીય છે કે ફિલ્મ માટે લોકોને ઘણી રાહ જોવી પડી. આ ફિલ્મ જાન્યુઆરીમાં જ રિલિઝ થવાની હતી પરંતુ હવે 12 જુલાઈએ કરવામાં આવશે. હાલમાં તો આનંદ કુમારે આ પ્રકારનું રિએક્શન આપીને ઋતિકનાં વખાણ કરી દીધા છે પરંતુ જોવાનું એ રહ્યું કે લોકોનો પ્રતિભાવ કેવો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘સુપર 30’નાં ટ્રેલર પર આનંદ કુમારે એવું રિએક્શન આપ્યું કે ઋતિકને આવશે રડવું! appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/super-30-founder-anand-kumar-on-watching-film-trailer/
via Best Gujarati News
0 Comments