ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગૃહમંત્રાલય સંભાળતા જ જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી પરિસીમનની કવાયદ શરૂ થયાની અટકળો છે. તેનાથી માત્ર રાજકીય ગરમાવો જ વધી ગયો નથી પરંતુ પીડીપી મુખ્યા મહેબૂબા મુફ્તીએ વિરોધ પણ શરૂ કરી દીધો છે. હવે સૂત્રોના હવાલેથી સમાચાર મળ્યા છે કે ગૃહ મંત્રાલયમાં હાલ એવી કોઇ જ કવાયદ ચાલી રહી નથી. ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં પરિસીમનને લઇ કોઇ ચર્ચા થઇ નથી. કોઇ પ્રસ્તાવ પણ ગૃહ મંત્રાલયના ટેબલ પર નથી.

જો કે અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન કરવાની તૈયારીમાં છે. આ અટકળો પર જોર ત્યારે વધ્યું જ્યારે અમિત શાહે ગૃહ મંત્રાલય સંભાળ્યા બાદ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની સાથે બેઠક પણ કરી. આ દ્રષ્ટિથી મનાતું હતું કે મિશન કાશ્મીર તેમનો ખાસ ટાર્ગેટ છે.

સમાચાર આવ્યા હતા કે સ્થાનિક ભાજપ નેતા જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન ઇચ્છે છે. તેના માટે તેઓએ રાજ્યપાલને પત્ર લખીને પણ માંગ ઉઠાવી ચૂકયા છે. જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ કવિન્દ્ર ગુપ્તાએ પણ કહ્યું હું કે તેઓ રાજ્યપાલને પરિસીમન માટે લખી ચૂકયા છે. જેથી કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રની સાથે ન્યાય થાય.

શું ઇચ્છે છે ભાજપ નેતા
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 111 સીટો છે. પરંતુ હાલ જમ્મુ કાશ્મીરમાં માત્ર 87 સીટો પર જ ચૂંટણી થાય છે. તેનું કારણ એ છે કે સંવિધનના સેકશન 47ના મતે 24 સીટો ખાલી રાખવામાં આવે છે. જો કે આ ખાલી 24 સીટો પાક અધિકૃત કાશ્મીર માટે ખાલી છોડી દેવામાં આવી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે સ્થાનિક ભાજપ નેતા ઇચ્છે છે કે આ ખાલી 24 સીટો જમ્મુ ક્ષેત્રના ખાતામાં જોડી દેવામાં આવે, તેનાથી તેને ફાયદો થાય. કારણ કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અહીં કુલ 37માંથી 25 સીટો જીતી ચૂકયું છે. આથી જમ્મુમાં ભાજપનો દબદબો મનાય છે.

કયારે થયું હતું છેલ્લું પરિસીમન
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વાર 1995મા પરિસીમન થયું હતું, આમ તો રાજ્યના સંવિધાનના મતે જમ્મુ-કાશ્મીરમાં દર 10 વર્ષ બાદ પરિસીમન થવાનું હતું. પરંતુ તત્કાલીન સીએમ ફારૂક અબ્દુલ્લાએ 2002મા તેના પર 2026 સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો. દેશના અન્ય રાજ્યોમાં વસતી ગણતરીના આધાર પર પરિસીમન થઇ ચૂકયો છે. પરંતુ જમ્મુ-કાશ્મીર તેનાથી અછૂત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમિત શાહ જમ્મુ-કાશ્મીરના રાજકારણનો નકશો બદલશે? ગૃહમંત્રાલયથી આવ્યો ચોંકાવનારો જવાબ! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/no-discussion-and-such-proposal-on-jammu-kashmir-delimitation-home-ministry-sources/
via Best Gujarati News