યુવતીને ભગાડી જતાં પરિવારજનોએ યુવાનની બે બહેનોને ઢોર માર મારી બંધક બનાવી
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગેટ મુવાળા ગામે યુવાને તેનાં ઘરની સામે રહેતી જ અને સમાજની છોકરીને ભગાડી ગયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલાં યુવતીના પરિવારજનોએ યુવાનની બે બહેનોને માર મારી તેમને પોતાના ઘરમાં બંધક બનાવી દીધી હતી. આ મામલે બંધક યુવતીઓનાં પિતાએ પોલીસ ફરિયાદ કરતાં બંને યુવતીઓને પોલીસે છોડાવી હતી.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, હાલોલ તાલુકાના ગેટ મુવાલા ગામે રહેતો રાજુભાઈ ફતેસિંહ રાઠવા તેનાં ઘરની સામે જ રહેતી અને એક જ સમાજની યુવતી સાથે પ્રેમસંબંધમાં હતો. જ્યારે યુવતી તેના મામાના ઘરે નાથકૂવા ગામે ગઈ હતી, ત્યારે યુવાન યુવતીને ભગાડી ગયો હતો. જે બાદ યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા. અને યુવતીના પિતા અર્જુન રાઠવા અને પત્ની સહિત 15 લોકોનાં ટોળાંએ યુવાનના ઘરે લાકડીઓ અને તીર કામઠાં સહિતના હથિયારો લઈ ધસી ગયા હતા. અને અમારી છોકરીને કેમ સોંપતા નથી કહીને ઘરમાં ઘૂસી સામાનની તોડફોડ કરી હતી.
જે બાદ ઘરમાં રહેલી યુવાનની બંને બહેનો બીકના મારે ભાગી જઈને સંતાઈ ગઈ હતી. જેમને યુવતીના પરિવારજનોએ પકડી પાડી માર મારીને પોતાના ઘરે લઈ ગયા હતા. બંને બહેનોને માર મારી તેઓ કહેતાં, કે જ્યાં સુધી અમારી છોકરી નહીં સોંપો, ત્યાં સુધી જવા દેવામાં આવશે નહી. જે બાદ પરિવારજનોએ બંને બહેનોને લાતો પણ મારી હતી.
જ્યારે આ મામલે બંને બહેનોનાં પિતાએ હાલોલ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બંને બહેનોને છોડાવી હતી. આ બનાવ અંગે પોલીસે યુવતીના પરિવારજનોમાંથી 15 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો સામે પક્ષે સગીરવયની છોકરીને ભગાડી જતાં યુવાન સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post યુવતીને ભગાડી જતાં પરિવારજનોએ યુવાનની બે બહેનોને ઢોર માર મારી બંધક બનાવી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/girls-parents-thrashed-two-sisters-in-halol/
via Best Gujarati News

0 Comments