સરકારી માલિકીની મેટલ સ્ક્રેપ ટ્રેડિંગ કૉર્પોરેશન (એમએસટીસી) એ ભાગેડુ હીરાના વ્યવસાયી નીરવ મોદી પાસેથી જપ્ત કરાયેલી 7 વૈભવી કારની ફરીથી હરાજી કરવામાં આવી છે. આમાંથી 5 કારોને ખરીદદારો મળ્યા અને આ વેચાણથી 2.9 કરોડ રૂપિયા એકત્ર થયા છે. એમએસટીસીએ અગાઉ જાહેરાત કરી હતી કે 25 એપ્રિલે નીરવ મોદી અને તેના મામા મહેુલ ચોકસીની 13 કારોની તેમની વેબસાઇટ પર હરાજી થશે. તે હરાજીમાં 12 કારોને ખરીદનાર મળ્યા હતા. જોકે એક મર્સિડિઝ એસયુવી સહિત 4 કારો માટે ખરીદદાર નક્કી સમયમાં રકમ જમા કરવામાં અસમર્થ રહ્યાં હતા. જેથી ફરી આ 5 કારની હરાજી કરવામાં આવી હતી.

આ કારોને કબજે કરનારા પ્રત્યાવર્તન નિર્દેશક (ઇડી) નું માનવું હતું કે ગઇ હરાજીમાં રોલ્સ રોયસ ઘોસ્ટ અને એક પોર્શ પેનામેરા માટે અંદાજથી ઓછો બોલી આવી હતી. તેથી આ વખતે આ કારોને વધુ ભાવ સાથે સાથે હરાજી માટે રાખવામાં આવી છે. ઇડીના આસ્સિટેન્ટ ડાયરેક્ટર અર્ચના સલાએ જણાવ્યું હતું કે, ‘અમે કેટલીક કારો માટે વધારે બોલીની આશા રાખી છે. કેટલાક પક્ષો સમયસીમાની અંદર રકમ જમા કરાવી શકી નથી. ‘રોલ્સ રોયસને 1.7 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી, જ્યારે પોર્શે માટે 60.25 લાખ રૂપિયાની બોલી બોલાઇ હતી. હરાજી થયેલ અન્ય કારમાં એક મર્સિડિઝ એસયુવી, એક ટોયોટા ઇનોવા અને એક હોન્ડા બ્રાયો હતી.

અગાઉની હરાજીમાં વેચાયેલી એક સ્કોડા સુપર્બ માટે બિડર સમયસીમાની અંદર કોઈ રકમ જમા કરાવી શક્યો ન હતો, જેના પછી તેને મંગળવારે થયેલ હરાજી સામેલ કરવામાં આવી હતી. જો કે આ વખતે પણ આ કારને કોઈ ખરીદદાર મળ્યો નથી. બિડરોને 15 દિવસની અંદર ઇડીની પાસે સલામતી ડિપોઝિટ પછી બાકી રહેલી રકમ જમા કરાવવી પડશે. અને પછી જ કાર તેઓ લઇ જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નીરવ મોદીના કાફલામાં હતી આ વૈભવી કાર, હરાજીથી EDને મળ્યા આટલા કરોડ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/nirav-modi-luxury-cars-sold-in-2-9-crore/
via Best Gujarati News

0 Comments