જીત બાદ રોહિતએ ટીમની રણનિતી વિશે જે કહ્યું એ ભારતને વર્લ્ડ કપ જીતતા રોકી નહીં શકે!
ભારતે આઈસીસી વર્લ્ડ કપ-2019ની પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકાને માત આપીને મોટી જીત હાંસલ કરી છે. શરૂઆતની પહેલી જ મેચ જીતીને ભારતની જનતાને ખુશ કરી છે. ટીમનાં વાઈસ કેપ્ટન રોહિત શર્માએ પણ અણનમ રહીને સદી ફટકારી અને 6 વિકેટ પર જ આ મેચ જીતી લીધી. જો કે શરૂઆતમાં તો એવું લાગતું હતું કે ભારત માટે 228 રન પણ બનાવવા મુશ્કેલ છે. પરંતુ પછી રોહિતે મેચ હાથમાં લીધી અને જીત સુધી પહોંચાડી દીધી.
‘મેન ઓફ ધ મેચ’ રોહિત શર્માએ જીત બાદ કહ્યું કે, મારો પ્રયત્ન એવો હતો કે આ મુશ્કેલ વિકેટમાં હું ટકી રહું. રોહિતે 114 બોલમાં અણનમ રહીને 13 ચોક્કા ફટકારી પોતાનાં નામે 122 રનનો સ્કોર કર્યો. વર્લ્ડ કપમાં રોહિતની આ બીજી સદી છે. રોહિતે કહ્યું કે, આ પીચ બોલરો માટે કંઈક ખાસ હતી, કારણ કે હું મારા શોટ રમી ન શક્યો. મને મારા શોટ રમવા માટે સમય લાગ્યો. શરૂઆતમાં મારી ઈચ્છા હતી કે હું બોલ છોડી દઉ. હું મારી રીતે ટકી રહેવા માંગતો હતો અને બોલ સમજવા માંગતો હતો.
રોહિતે તેની શાનદાર સદી માટે કહ્યું કે, બધા બેટ્સમેનની પોતાની જવાબદારી છે. અમે કોઈ એકનાં ભરોષે ન બેસી શકીએ. આ એક મજબુત ટીમની ઓળખ છે. અમે પણ એવું જ કર્યું. આ મોટો ટુર્નામેન્ટ છે અને ક્યારેક કોઈ આગળ આવશે તો ક્યારેક કોઈ પાછળ. ત્યારબાદ ઈંગ્લેન્ડનાં વાતાવરણ વિશે પણ વાત કરી કે, આજે સારૂ હતું, ગરમી નહોતી થઈ. મને રમવામાં મજા આવી. બેટ્સમેન તરીકેની જવાબદારી નિભાવતા આ પ્રકારે બેટિંગ કરવી પડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જીત બાદ રોહિતએ ટીમની રણનિતી વિશે જે કહ્યું એ ભારતને વર્લ્ડ કપ જીતતા રોકી નહીં શકે! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/rohit-sharma-score-unbeaten-122-india-vs-south-africa-world-cup/
via Best Gujarati News
0 Comments