એલર્ટઃ મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને જોતો હતો મૂવી, કરંટ લાગતાં વડોદરાના યુવાનનું મોત
જો તમે ચાર્જિંગમાં ફોન મૂકીને મોબાઈલ મચેડતાં હોય તો હવે સાવધાન થઈ જજો. તમારા જેવા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં એક યુવાન ફોન ચાર્જિંગ કરીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. જે બાદ કરંટ આવતાં યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટના વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠાની છે. અહીં ભાથુજીનગરમાં રહેતો મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી 18 વર્ષીય શિવ ભારતી ભાડાના મકાનમાં રહેતો હતો. તે ફર્નિચરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સાંજે કામથી ઘરે આવ્યા બાદ તે ફોન ચાર્જમાં મૂકીને મોબાઈલમાં ફિલ્મ જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક ચાર્જરમાંથી કરંટ આવવાને કારણે તે ફંગોળાઈ ગયો હતો. કરંટ લાગતાં જ શિવ ભારતીએ જોરથી બૂમ પાડતાં તેનો ભાઈ દોડી આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. પણ રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું હતું.
મોબાઈલ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે તેનો ઉપયોગ કરતાં અનેક લોકોનાં મોત નિપજ્યા છે. અને અવારનવાર આ સાવધાનીરૂપ કિસ્સાઓ સામે આવતાં છતાં પણ લોકો હજુ પણ ચાર્જિંગ સમયે ફોનનો ઉપયોગ કરતાં હોય છે. જો તમે પણ ચાર્જિંગ સમયે ફોનનો ઉપયોગ કરતાં હોવ તો આજથી આ આદત બંધ કરી દેજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એલર્ટઃ મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને જોતો હતો મૂવી, કરંટ લાગતાં વડોદરાના યુવાનનું મોત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/man-electroducted-to-death-after-watching-movie-in-phone-while-charging-in-vadodara/
via Best Gujarati News

0 Comments