અમદાવાદના કોંગ્રેસ નેતાની પુત્રી સામે ફરિયાદ, બોગસ ડિગ્રી બતાવી બની શિક્ષિકા
અમદાવાદમાં કોંગ્રેસના આગેવાન કિશનસિંહ તોમરની પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવમાં છે. ફરિયાદમાં તોમરે પુત્રી વિરુધ્ધ બોગસ સર્ટીફિકેટના આધારે શિક્ષિકા બનવાનો આક્ષેપ કર્યો છે. કિશનસિંહની પુત્રી તેમની શાળામાં જ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. લખનઉ યુનિવર્સિટીના સર્ટીફિકેટમાં ખરાઈ કરતાં પુત્રીનો ભાંડો ફૂટ્યો હતો. કિશનસિંહ તોમરની ગોમતીપુર સ્કૂલનો કિસ્સો છે. અને તે સ્કૂલના પ્રિન્સિપાલે ફરિયાદ નોંધાવી છે.
ગોમતીપુરમાં કિશનસિંહ તોમરની શેઠ સી.એલ. હિન્દી શાળા આવેલી છે. તોમરની પુત્રી માધુરી તોમરે લખનઉ યુનિવર્સિટીનું ડમી સર્ટિફિકેટ મેળવી હંગામી નોકરી મેળવી હતી. 2014થી રૂ.10 હજાર લેખે રૂ.5.70 લાખનો પગાર લઈ માધુરીએ સરકાર સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે માધુરી તોમર અને વિજય કલહંસ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે ગોમતીપુર પોલીસે પ્રિન્સિપાલની ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે. તો માધુરી તોમરે બોગસ ડિગ્રીના આધારે 57 મહિના નોકરી કરતાં શિક્ષણ વિભાગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. તો આ મામલામાં જિલ્લા શિક્ષણાધિકારીની સાંઠગાંઠ હોવાની શંકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદના કોંગ્રેસ નેતાની પુત્રી સામે ફરિયાદ, બોગસ ડિગ્રી બતાવી બની શિક્ષિકા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/complaint-against-congress-leader-kishansinh-tomar-daughter/
via Best Gujarati News
0 Comments