નેતાઓનો કાફલો પસાર થતો હોય ત્યારે મોતનો મલાજો ન જળવાતો હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સામે આવ્યો છે. જ્યારે વિજય રૂપાણીએ મોતનો મલાજો ન જાળવતાં અંતિમ યાત્રાને અડધો કલાક સુધી રોકી રાખી હતી.

સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાનનો પ્રારંભ કરાવવા જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી જઈ રહ્યા હતા. તે સમયે સાડા નવ વાગ્યાની આસપાસ વાડજ સર્કલથી વાડજ સ્મશાન ગૃહ તરફ એક અંતિમયાત્રા જઈ રહી હતી. અંતિમયાત્રા બસ રસ્તો ક્રોસ કરીને સામે સ્મશાનગૃહની ગલીમાં વળવાની જ હતી, ત્યાં જ ટ્રાફિક પોલીસે બંને તરફનો રસ્તો બ્લોક કરી દીધો હતો.

સીએમનો કાફલો રિવરફ્રન્ટના રસ્તા તરફ વળ્યો ત્યારે જ સામે ઉભેલી શબવાહિનીને ય આંતરીને સડસડાટ નીકળી ગયો હતો. અંતિમયાત્રા માટે રસ્તો બ્લોક થતાં સીએમ તરફથી મલાજો ચૂકાયાની ત્યાં ઉભેલાં લોકો ચર્ચા કરતાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post CM મલાજો ચૂક્યાઃ અડધો કલાક સુધી અંતિમ યાત્રા રોકાવી, આંતરીને ચાલ્યા ગયા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/police-stop-funeral-for-cm-rupani-convoy-in-ahmedabad/
via Best Gujarati News

0 Comments