અમિત શાહ મંત્રી બનાવા માટે ફોન કરતાં રહ્યા, પરંતુ સારંગી ફોન સાયલન્ટ કરી ભૂલી ગયા, પછી…
પ્રતાપ ચંદ્ર સારંગીના નામની ચર્ચા ગુરૂવાર સાંજથી આખા દેશમાં થઇ રહી છે. 64 વર્ષના ‘ઓરિસ્સાના મોદી’ના નામથી પ્રખ્યાત બાલાસોરના આ સાંસદની મંત્રી બનવાની કહાની પણ એકદમ રસપ્રદ છે. સારંગીને મંત્રી બનાવા માટે કૉલ આવતો રહ્યો, પરંતુ આ ફોનને સાયલન્ટ કરી ભૂલી ગયા.
સાંરગીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે બપોરે ત્રણ વાગ્યે મારા પર ફોન આવ્યો કે મારી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જી વાત કરવા માંગે છે, ફોન કેમ નથી ઉઠાવતો? હું ભાજપ કાર્યાલયમાં હતો અને ફોન સાયલન્ટ કરી દીધો હતો. બાદમાં જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જીએ વાત કરી તો તેમણે કહ્યું સાંજે 7 વાગ્યે તમારે મંત્રી પદ માટે શપથ લેવાના છે. આની પહેલાં સાંજે 5 વાગ્યે વડાપ્રધાનની સાથે એક બેઠકને પણ એટેન્ડ કરવાની છે.
સારંગી આ વાતથી ખૂબ જ હેરાન-પરેશાન થઇ ગયા હતા. સારંગીએ અમિત શાહને કહ્યું કે હું કેમ મંત્રી પદના શપથ લઉય પછી અધ્યક્ષ જી એ કહ્યું કે શું વાત છે, તારે જ લેવાના છે. પછી તેમણે મને કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનજીની સાથે તમે આવી જજો. હું ધર્મેન્દ્ર પ્રધાનજીના ઘરે ગયો તો તેમણે કહ્યું કે મને હમણાં જ ફોન આવ્યો હતો કે તમને સાથે લઇને આવવાનું છે.
પ્રતાપ ચંદ્ર સારંગીના નામની ચર્ચા ગુરૂવાર સાંજથી આખા દેશમાં થઇ રહી છે. ઓરિસ્સાના મોદીના નામથી પ્રખ્યાત બાલાસોરથી આ સાંસદની કેટલીય વાતો છે જે દેશવાસીઓ સમજી રહ્યા છે. બાલાસોરથી લોકસભા સાંસદ તરીકે પસંદગી થઇ તે પહેલાં તેઓ 2004, 2009માં નિલાગિરી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે જીતી ચૂકયા છે. 2004માં ભાજપની ટિકિટ પરથી તો 2009મા અપક્ષ તરીકે.
આપને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પોતાના મંત્રીમંડળમાં જગ્યા આપી દીધી છે અને રાજ્ય મંત્રી બનાવ્યા છે. તેમને સુક્ષ્મ, લઘુ, અને મધ્યમ ઉદ્યોગની સાથો સાથ પશુપાલન, ડેરી અને મત્સય પાલન વિભાગ પણ આપ્યો છે. ગુરૂવારના રોજ જ્યારે તેઓ શપથ લેવા આવ્યા તો રાષ્ટ્રપતિ ભવનનું પ્રાંગણ તાળીઓનો ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું. સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ચર્ચા થઇ. પ્રતાપ સારંગી, હિન્દી-ઓડિયા-સંસ્કૃત ભાષામાં નિપુણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમિત શાહ મંત્રી બનાવા માટે ફોન કરતાં રહ્યા, પરંતુ સારંગી ફોન સાયલન્ટ કરી ભૂલી ગયા, પછી… appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/amit-shah-phone-call-to-pratap-chandra-sarangi-for-minister-narendra-modi-government/
via Best Gujarati News
0 Comments