સુરત અગ્નિકાંડ બાદ જાગી સરકાર, નવી બિલ્ડીંગોને લઈ જાહેર કરી શકે છે આ પ્રતિબંધ
। અમદાવાદ ।
સુરતના તક્ષશીલા બિલ્ડીંગમાં આગને લીધે ૨૨ માસૂમ બાળકોનો ભોગ લેવાયો હતો પછી રાજ્ય સરકારે આ પ્રકારની ઘટનાઓને ટાળવા માટે GDCRમાં સુધારા કરવા માટે કમિટીની રચના કરી છે જે કમિટી ફાયર સેફ્ટીના સંદર્ભથી GDCRમાં કેટલાંક સુધારા કરી શકે તેમ છે. બિલ્ડીંગના બાંધકામ કે ઉપયોગ વખતે તેમાં વધુ જ્વલનશીલ મટીરીયલના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાઇ શકે છે. હજુ તો કમિટી દ્વારા સુચનો મંગાવી તેના ઉપર ગંભીરતાથી વિચારણા થઇ રહી છે.
સુત્રો જણાવે છે કે,સરકાર ફાયર સેફ્ટીના મુદ્દે મહત્ત્વના નિર્ણય કરી શકે છે. જે અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે જે સુરત દુર્ઘટનાનો અભ્યાસ કરી તેના આધારે ફાયર સેફ્ટી વધુ સુદૃઢ બનાવવા માટે શું સુધારા કરી શકાય તેના ઉપર વિચારણા કરી રહી છે. પ્રથમ તબક્કે કોઇપણ બાંધકામમાં જ્વલનશીલ મટીરીયલના ઉપયોગ ઉપર પ્રતિબંધ અથવા તેનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવાનો નિર્ણય થઇ શકે છે.
સુત્રો એમ પણ ઉમેરે છે કે, સુરતની દુર્ઘટનામાં બિલ્ડીંગમાં ફ્લેક્સ બોર્ડને લીધે આગ વિકરાળ બની હતી. ત્યાં રૂમમાં ડેકોરેશન માટે જ્વલનશીલ પ્રદાર્થ ગોઠવાયા હતા જેથી આગે વધુ નુકશાન કર્યું હતુ. આમ કમિટીમાં ફાયર સેફ્ટીના મુદ્દે મટીરીયલના ઉપયોગ ઉપર નિયંત્રણો મુકવાની શક્યતા વિચારણામાં છે એટલે કે, કોઇપણ ઇમારત કે બાંધકામમાં કેવા પ્રકારનું મટીરીયલ વાપરી શકાય અને તેની જ્વલનશીલતા કેટલી છે તેના આધારે તેનો ઉપયોગ કરી શકાય કે નહીં તેની ઉપર વિચારણા કરવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે આગના કિસ્સામાં તે મટીરીયલ કેટલા સમય સુધી ટકી શકે છે તેના આધારે તેનો ઉપયોગ કરી શકાય કે નહીં તેનો નિર્ણય લેવાશે. આ સિવાય ટયુશન ક્લાસ કે સ્કૂલો જ્યાં વધુ બાળકો એકઠા થાય છે ત્યાં ઇન્ટીરીયર પણ કેવા મટીરીયલનો ઉપયોગ કરી શકાય અને કેવા મટીરીયલ પ્રતિબંધ મુકી શકાય તેના ઉપર વિચારણા થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરત અગ્નિકાંડ બાદ જાગી સરકાર, નવી બિલ્ડીંગોને લઈ જાહેર કરી શકે છે આ પ્રતિબંધ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-government-plans-to-changes-gdcr-after-surat-fire-tragedy/
via Best Gujarati News
0 Comments