। અમદાવાદ ।

ગઇકાલે શહેરના સાબરમતી રિવરફ્રન્ટના આનંદ મેળાની એક રાઇડસમાં બાળકો સહિત ૨૯ લોકો ફસાયા હતા પણ વાસ્તવિકતા એ છે કે, શહેરની અંદર ટેમ્પરરી શરૂ કરતાં આનંદ મેળા કે પછી મ્યુનિ.ના પીપીપી ધોરણે ચાલતા એમ્યુઝમેન્ટ પાર્કની  રાઇડસની ફીટનેશની ચકાસણી માટેની કોઇ વ્યવસ્થા નથી. તંત્ર કે ફાયર બ્રિગેડ આનંદમેળા કે એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સોની ચકાસણી કરતુ નથી. મોનિટરિંગ થતુ નથી.

શહેરમાં દિવાળીના વેકેશન અને ઉનાળાના વેકેશન દરમિયાન વિવિધ વિસ્તારોમાં આનંદમેળા ઉભા કરવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો બાળકો પાસે રાઇડ્સનો આનંદ લેવા જતાં હોય છે પણ આ રાઇડ્સને સુરક્ષાની દૃષ્ટિએ કોઇ ર્સિટફાઇડ કરતુ નથી એટલે કે, આ રાઇડસ અધવચ્ચે બંધ નહીં થાય કે પછી પડી નહીં જાય તેની કોઇ ચકાસણી થતી નથી. સામાન્ય રીતે બિલ્ડીંગોમાં લિફ્ટ મૂકવામાં આવે છે જેની ચકાસણી કરવા માટે આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે ઉપરાંત તેનું લિફ્ટ ઇન્સપેક્ટર પાસેથી એનઓસી લેવાનું હોય છે પણ અમદાવાદ મ્યુનિ.નું ફાયર બ્રિગેડ ખાતુ આનંદમેળા તથા એમ્યુઝમેન્ટ પાર્કને ફાયરનું એનઓસી આપી દે છે પણ ત્યાં વપરાતી એક પણ રાઇડ્સની ચકાસણી કરવામાં આવતી નથી.

ફાયરના સુત્રો કહે છે કે, રાઇડ્સ ચકાસણી માટે પ્રોપર્ટી તાલિમ જોઇએ સાથે તેની યાંત્રિક જાણકારી હોવી પણ અનિવાર્ય છે. આ સૈદ્ધાંતિક નિર્ણય છે જે રાજ્ય સરકાર કરી શકે ? આ પ્રકારના આનંદમેળાની રાઇડ્સના ઇન્સપેક્શન અને ર્સિટફિકેશનની વ્યવસ્થા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમદાવાદ કોર્પોરેશનનું ભોપાળું, એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડસની ફિટનેસ ચકાસણીની વ્યવસ્થા જ નથી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-corporation-dont-have-fitness-measures-for-amusements-rides/
via Best Gujarati News