। ગાંધીનગર ।

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી સરકારમાં વિદેશમંત્રી તરીકે નિયુક્ત એસ. જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવા ભાજપ હાઈકમાન્ડ વિચારી રહ્યુ છે. એસ. જયશંકરને છ મહિનામાં સાંસદ તરીકે ચૂંટાવુ અનિવાર્ય છે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાતા રાજ્યસભામાં ગુજરાતની બંને બેઠકો ખાલી પડી છે. આ જ રીતે બિહાર, ઓડિસા, તામિલનાડુમાં પણ પાંચ સભ્યો ચૂંટાતા રાજ્યસભાની સાત બેઠકો ખાલી પડી છે. આ તરફ ૧૫ જૂને આસામમાંથી બે અને ૨૪ જુલાઈએ તામિલનાડુમાંથી પાંચ એમ સાતની ટર્મ પૂરી થશે. આથી, જૂન-જૂલાઈમાં રાજ્યસભાની સામાન્ય ચૂંટણીઓની સાથે જ ગુજરાતમાં પણ રાજ્યસભાની પેટાચૂંટણી યોજશે તેમ મનાઈ રહ્યુ છે. ગુજરાતની બે બેઠકો પૈકી એક બેઠક ઉપરથી ભાજપ એસ.જયશંકરને મોકલશે. ૧૯૭૦ના દાયકાથી ભાજપના એક રાષ્ટ્રીય નેતાને ગુજરાતમાંથી રાજ્યસભાને મોકલાય છે. પહેલા અડવાણી હતા, પછી બંગારૂ લક્ષ્મણ, અરુણ જેટલી અને છેલ્લે સ્મૃતિ ઈરાની સુધી આ સિલસિલો અકબંધ રહ્યો છે. આ વખતે પણ એસ.જયશંકરથી એ ક્વોટા યથાવત રહશે.

બીજી બેઠક માટે ભાજપ OBC ઉમેદવાર લાવશે

વિધાનસભામાં ભાજપ રાજ્યસભામાં બંને બેઠકો જાળવી શકે તેવી સ્થિતિ નથી. આથી ચોક્કસ રણનીતિના ભાગરૂપે ભાજપ બીજી બેઠક માટે ઓબીસી ઉમેદવારને ઉતારશે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ક્રોસવોટિંગમાં તે જીતે તો ઠીક નહીં તો ભાજપ હરાવ્યાનો પ્રચાર કરી ઓબીસી મતદારોની લાગણીઓ અંકે કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિદેશમંત્રી એસ.જયશંકરને ગુજરાતથી રાજ્યસભામાં મોકલવા BJPનું મંથન, બીજી સીટ માટે લાવશે OBC ઉમેદવાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/bjp-planning-to-send-s-jaishankar-to-rajya-sabha-from-gujarat/
via Best Gujarati News