હાર્દિક પંડ્યાને લઇ ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ આપ્યું જબરદસ્ત મોટું નિવેદન
ઑસ્ટ્રેલિયાના મહાન બોલર્સ ગ્લેન મૈકગ્રા એ હાર્કિદ પંડ્યાને લઇ મોટું નિવેદન આપ્યું છે. સોમવારના રોજ કહ્યું કે હાલની આઇસીસી વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારત માટે એ ભૂમિકા નિભાવી શકે છે જેવી 2011ના સત્રમાં યુવરાજ સિંહે નિભાવી હતી.
યુવરાજે 2011મા બોલ અને બેટ્સ બંનેથી યોગદાન આપતા બીજી વખત ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી અને તેઓ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝ રહ્યા હતા.
મૈકગ્રાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમને યુવરાજ સિંહની કમી લાગશે જેમણે 2011મા સફળતાપૂર્વક ફિનિશરની ભૂમિકા નિભાવી હતી તો મૈકગ્રા એ કહ્યું પંડ્યા એ ભૂમિકા નિભાવી શકે છે. ડીકે (દિનેશ કાર્તિક) પણ સારો ફિનિશર છે. મને લાગે છે કે તેમની પાસે એવી ટીમ છે જે સારું કરી શકે છે.
આ પૂર્વ ઝડપી બોલર્સે કહ્યું કે તેમના બોલર્સ આક્રમણની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ વનડે ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બોલર્સ છે. તો અંતિમ ઓવરમાં વધુ સારી બોલિંગ કરે છે. તેમની પાસે એવી ટીમ છે જે વર્લ્ડ કપમાં સારું કરી શકે છે. એ જોવાનું રહેશે કે ઇંગ્લેન્ડની સ્થિતિમાં કેવું રમે છે.
આપને જણાવી દઇએ કે પંડ્યાએ તાજેતરમાં આઇપીએલ સીરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેમણે બોલ અને બેટસ બંનેથી વિરોધીઓમાં દહેશત ઉભો કરવામાં સફળતા મેળવી હતી. પંડ્યા જો પોતાનું આ ફોર્મ ચાલુ રાખે તો મૈકગ્રાની વાત સાચી સાબિત થઇ શકે છે અને તે સીરીઝનો સૌથી મોટો ખેલાડી બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હાર્દિક પંડ્યાને લઇ ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ આપ્યું જબરદસ્ત મોટું નિવેદન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-cricket-world-cup-2019-glenn-mcgrath-backs-hardik-pandya-to-be-yuvraj-singh-of-indias-campaign/
via Best Gujarati News
0 Comments