સૌરાષ્ટ્રમાં પાકવીમાને લઈ ફરી એકવાર જગતનો તાત રસ્તા પર, પોલીસે કરી ખેડૂતોની અટકાયત
ગુજરાતમાં પાકવીમાને લઈને ફરી એકવાર જગતનો તાત રસ્તા પર ઉતર્યો છે. પાકવીમાને લઈ ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં ખેડૂતો પાકવીમાને લઈ આંદોલન પર ઉતર્યા હતા. રાજકોટમાં કિસાન સંઘે પાકવીમા મામલે આંદોલન કર્યું હતું. જેને સૌરાષ્ટ્ર કમિશન એજન્ટ એસોસિએશનનું કિસાન સંઘે સમર્થન આપ્યું હતું. પાકવીમો અને ભાવાંતર યોજના લાગુ કરવા માટે ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે.
આ આંદોલનમાં ખેડૂતો અને વેપારીઓ એકસાથે ઉપવાસ પર ઉતરશે. ખેડૂતોએ રાજકોટ બહુમાળી ભવનથી આંદોલનની શરૂઆત કરી હતી. તો બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ખેડૂતોએ ઉપવાસ આંદોલન કર્યું હતું. જ્યારે પડધરીમાં પાકવીમા મામલે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠાં હતા. ખેડૂતોનાં આંદોલનને પગલે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખેડૂતોએ કહ્યું કે, ખાતર, દવા અને બિયારણ ખરીદવાના પૈસા જ નથી. તો રાજકોટના પડધરીના ઝીરો ટકા પાકવીમો મળ્યો હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો. આ મામલે ખેડૂતો કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે.
તો સુરેન્દ્રનગરમાં પાકવીમાની સ્મશાનયાત્રા કાઢે તે પહેલાં જ પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી. પાકવીમાના નાણા ન મળતાં ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં ખેડૂતોએ સ્મશાનયાત્રાનું આયોજન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સૌરાષ્ટ્રમાં પાકવીમાને લઈ ફરી એકવાર જગતનો તાત રસ્તા પર, પોલીસે કરી ખેડૂતોની અટકાયત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/saurastra-farmers-protests-over-crop-insurance/
via Best Gujarati News
0 Comments