સુષ્મિતા સેનને મિસ વર્લ્ડ બનાવવામાં આ કોંગી નેતાનો હતો સિંહ ફાળો, થયો મોટો ખુલાસો
બોલિવૂડ હિરોઈન સુષ્મિતા સેનને મિસ યુનિવર્સનો એવોર્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શું તમને એ ખબર છે કે આ મંચ સુધી પહોંચવામા કોનો ફાળો છે. એક સમય એવો હતો કે ત્યારે સુષ્મિતાને લાગ્યું કે ઓર્ગેનાઈઝર હવે એની જગ્યાએ એશ્વર્યાને મોકલવાની વાત કરે છે. સુષ્મિતા સેને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આ ઘટનાને લઈને મોટો ખુલાસો કર્યો છે.
એક ઈન્યરવ્યુમાં સુષ્મિતાએ જણાવ્યું કે, ફિલિપાઈન્સમાં મિસ યુનિવર્ષ કોન્ટેસ્ટ માટે જવાનુ હતુ અને એ પહેલા પહેલા જ મારો પાસપોર્ટ ખોવાઈ ગયો. તેને આઈડી પ્રુફ માટે પાસપોર્ટની જરૂર હતી. મને વિશ્વાસ હતો કે મારો પાસપોર્ટ અનુપમા વર્મા સાપે સુરક્ષિત છે. પરંતુ જ્યારે અનુપમાએ પાસપોર્ટ શોધવાનું શરૂ કર્યું ત્યારે એને પણ ન મળ્યો. એની પાસેથી મારો પાસપોર્ટ ખોવાઈ ચૂક્યો હતો.
સુષ્મિતા આગળ જણાવે છે કે, પાસપોર્ટ ખોવાઈ જવાને કારણે હું નિરાશ થઈ ગઈ. ઓર્ગેનાઈઝર પણ આટલા સપોર્ટિવ નહોતા. એમનું એવું કહેવું હતું કે આટલી જલ્દી પાસપોર્ટ તૈયાર થવો મુશ્કેલ છે. પછી મે મારા પપ્પાને કહ્યું પણ એ કશું કરી શકે એમ નહોતા. કારણ કે એમણે કોઈ એવા માણસો સાથે કોન્ટેક નહોતો. પછી હું પપ્પા પાસે રડી અને કહ્યું કે, હું કોઈ બીજી વાત માટે નથી જતી. હું આ એવોર્ડમાં જવા માટે લાયક છું.
સુષ્મિતા સેન કહે છે કે, હું ખુબ પરેશાન હતી અને રડ્યાં કરતી. ત્યારબાદ પપ્પાએ રાજેશ પાયલોટ સાથે વાત કરી અને એમણે મારી મદદ કરી અને પાસપોર્ટ બની ગયો. ઉલ્લેખનીય છે કે, આ વાત 1994ની છે કે જ્યારે સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બની હતી તેમજ રાજેશ પાયલોટ કોગ્રેસ નેતા હતા. અત્યારે તેમનો દિકરો સચિન પાયલોટ પણ કોંગી નેતા તરીકે રાજકારણમાં સક્રિય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુષ્મિતા સેનને મિસ વર્લ્ડ બનાવવામાં આ કોંગી નેતાનો હતો સિંહ ફાળો, થયો મોટો ખુલાસો appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/congress-leader-rajesh-pilot-helped-sushmita-sen-when-her-passport-was-lost/
via Best Gujarati News
0 Comments