News@12 PM:વિજય રૂપાણી મોતનો મલાજો ચૂક્યા, ટ્રમ્પે ભારત સામે કર્યું ડહાપણ સહિતના સમાચાર
વિજય રૂપાણીએ મોતનો મલાજો ન જાળવતાં અંતિમ યાત્રાને અડધો કલાક સુધી રોકી રાખી હતી તથા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત જળવાયુ પરિવર્તનના મુદ્દા પર ભારત અને ચીનની આલોચના કરી અને અમદાવાદમાં કોંગ્રેસના આગેવાન કિશનસિંહ તોમરની પુત્રી વિરુદ્ધ ફરિયાદ અને ગુજરાતમાં મકાન અને અન્ય બાંધકામોની સાઈટ ઉપર શ્રમિકના અકસ્માતે મૃત્યુના સંજોગોમાં રૂ. ૩ લાખની સહાય તેમજ કોંગ્રેસે પીએમ મોદી અને તેમની સરકાર પર સીધા પ્રહારોથી બચવાની રણનીતિ બનાવી તથા રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા ગુરુવારે મોનિટરી રીવ્યૂ હેઠળ પોલિસી રેટ્સમાં 0.25 ટકા ઘટાડો કરી શકે છે અને નીરવ મોદી પાસેથી જપ્ત કરાયેલી 7 વૈભવી કારની ફરીથી હરાજી તથા સારા અલી ખાન અને કાર્તિક આર્યનના અફેરની ચર્ચા હાલ બોલીવુડમાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો તેમજ ભારતે આઈસીસી વર્લ્ડ કપ-2019ની પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકાને માત આપીને મોટી જીત હાંસલ કરી સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: CM મલાજો ચૂક્યાઃ અડધો કલાક સુધી અંતિમ યાત્રા રોકાવી, આંતરીને ચાલ્યા ગયા
નેતાઓનો કાફલો પસાર થતો હોય ત્યારે મોતનો મલાજો ન જળવાતો હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સામે આવ્યો છે. જ્યારે વિજય રૂપાણીએ મોતનો મલાજો ન જાળવતાં અંતિમ યાત્રાને અડધો કલાક સુધી રોકી રાખી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-2: ટ્રમ્પે ડહાપણ કર્યું- ભારતમાં હવા કે પાણી કશું ચોખ્ખું નથી, સફાઇની સમજ જ નથી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત જળવાયુ પરિવર્તનના મુદ્દા પર ભારત અને ચીનની આલોચના કરી છે. ટ્રમ્પે કહ્યું કે ભારત, ચીન અને રશિયામાં શુદ્ધ હવા અને પાણી સુદ્ધાં નથી અને આ દેશ વિશ્વના પર્યાવરણના પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યાં નથી.
વધુ વાંચવા કરો ક્લિક-3: અમદાવાદના કોંગ્રેસ નેતાની પુત્રી સામે ફરિયાદ, બોગસ ડિગ્રી બતાવી બની શિક્ષિકા
અમદાવાદમાં કોંગ્રેસના આગેવાન કિશનસિંહ તોમરની પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવમાં છે. ફરિયાદમાં તોમરે પુત્રી વિરુધ્ધ બોગસ સર્ટીફિકેટના આધારે શિક્ષિકા બનવાનો આક્ષેપ કર્યો છે. કિશનસિંહની પુત્રી તેમની શાળામાં જ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. લખનઉ યુનિવર્સિટીના સર્ટીફિકેટમાં ખરાઈ કરતાં પુત્રીનો ભાંડો ફૂટ્યો હતો. કિશનસિંહ તોમરની ગોમતીપુર સ્કૂલનો કિસ્સો છે. અને તે સ્કૂલના પ્રિન્સિપાલે ફરિયાદ નોંધાવી છે.
વધુ વાંચવા કરો ક્લિક-4: ગુજરાતનું શિક્ષણતંત્ર ખાડે ગયું! 2017-18માં પ્રવેશ બાદ 73 હજાર બાળકોએ ભણવાનું છોડયું
૨૦૧૯ના શૈક્ષણિક વર્ષ માટે ૧૩, ૧૪ અને ૧૫મી જૂનના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સ અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તાજેતરમાં એક બેઠક મળી હતી. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષની સિદ્ધીઓ અને આગામી વર્ષ માટેના આયોજન અંગે વીડિયો કોન્ફરન્સમાં કેટલીક માહિતી જાહેર કરી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-5: બાંધકામ ક્ષેત્રે સંકળાયેલાં 12 લાખથી વધુ શ્રમિકો માટે સરકારે કરી મોટી જાહેરાત
ગુજરાતમાં મકાન અને અન્ય બાંધકામોની સાઈટ ઉપર શ્રમિકના અકસ્માતે મૃત્યુના સંજોગોમાં રૂ. ૩ લાખની સહાય યોજનાનો સરકારે વિસ્તાર કર્યો છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જે શ્રમિક નોંધાયેલા નહી હોય તેમના આશ્રિતોને પણ આ સહાય ચૂકવવામાં આવશે.
વધુ વાંચવા કરો ક્લિક-6: કોંગ્રેસ લીધો જબરદસ્ત મોટો નિર્ણય, હવે નરેન્દ્ર મોદીનું નામ જ નહીં લે, કારણ કે…
તાજેતરમાં સામાન્ય ચૂંટણીમાં કારમી હારમાંથી શીખ મેળવતા કોંગ્રેસે પીએમ મોદી અને તેમની સરકાર પર સીધા પ્રહારોથી બચવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસની રણનીતિ છે કે પીએમ મોદી અને મોદી સરકારને ઘેરવાના લીધે ભાજપ કે ભાજપ સરકાર કહીને ઘેરવામાં આવશે.
વધુ વાંચવા કરો ક્લિક-7: મોદી સરકારના રાજમાં RBI વ્યાજ દર બાબતે આપશે મોટી ભેટ
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા ગુરુવારે મોનિટરી રીવ્યૂ હેઠળ પોલિસી રેટ્સમાં 0.25 ટકા ઘટાડો કરી શકે છે. જો આરબીઆઇ આમ કરે તો તે સતત ત્રીજી વખત હશે જ્યારે તે વ્યાજ દર ઘટાડે છે. જાણકારોનું કહેવું છે કે 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળાનો આર્થિક વૃદ્ધિ દર પાંચ વર્ષની નીચી સપાટીએ આવ્યો છે, જેના કારણે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરાય તેવી આશા છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: નીરવ મોદીના કાફલામાં હતી આ વૈભવી કાર, હરાજીથી EDને મળ્યા આટલા કરોડ
સરકારી માલિકીની મેટલ સ્ક્રેપ ટ્રેડિંગ કૉર્પોરેશન (એમએસટીસી) એ ભાગેડુ હીરાના વ્યવસાયી નીરવ મોદી પાસેથી જપ્ત કરાયેલી 7 વૈભવી કારની ફરીથી હરાજી કરવામાં આવી છે. આમાંથી 5 કારોને ખરીદદારો મળ્યા અને આ વેચાણથી 2.9 કરોડ રૂપિયા એકત્ર થયા છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: આમ ચોરીછુપી રીતે બોલીવુડના આ પ્રેમી પંખીડાએ કરી ઈદની ઉજવણી
સારા અલી ખાન અને કાર્તિક આર્યનના અફેરની ચર્ચા હાલ બોલીવુડમાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે. બંને જાહેરમાં આવવાનું ટળે છે પરંતુ ગુપચુપ રીતે એકબીજાને મળતા રહે છે. આ વખતે ફરી એક વખત બંન્ને ઈદ પર સાથે નજરે પડ્યા છે. જોકે આ સારા અને કાર્તિકે પોતાના ચહેરા કપડા વડે ઢાંકી દઈને ચોરીછુપી રીતે ઈદ મનાવી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-10: જીત બાદ રોહિતએ ટીમની રણનિતી વિશે જે કહ્યું એ ભારતને વર્લ્ડ કપ જીતતા રોકી નહીં શકે!
ભારતે આઈસીસી વર્લ્ડ કપ-2019ની પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકાને માત આપીને મોટી જીત હાંસલ કરી છે. શરૂઆતની પહેલી જ મેચ જીતીને ભારતની જનતાને ખુશ કરી છે. ટીમનાં વાઈસ કેપ્ટન રોહિત શર્માએ પણ અણનમ રહીને સદી ફટકારી અને 6 વિકેટ પર જ આ મેચ જીતી લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM:વિજય રૂપાણી મોતનો મલાજો ચૂક્યા, ટ્રમ્પે ભારત સામે કર્યું ડહાપણ સહિતના સમાચાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/6-june-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments