હાલમાં જ અજય દેવગણનાં પિતા વીરુ દેવગણનું નિધન થયું. આ દુખની ખબર પછી આખું બોલિવૂડ શોકમાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વીરુ દેવગણનાં નિધન પર દેવગણ પરિવારને એક પત્ર લખીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીનો આ પત્ર અજય દેવગણે ટ્વિટર પર શેર કર્યો છે.

28 મેના રોજ મોદીએ અજય દેવગણ અને માતા વીના દેવગણનાં નામ પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં શોક વ્યક્ત કર્યો છે. તેમાં એવો પણ ઉલ્લેખ છે કે વીરુ દેવગણના નિધનનાં કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખુબ નુકશાન થયું છે. અહીં જુઓ પીએમ મોદીએ લખેલો પત્ર. આ પત્રને અજય દેવગણે પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. તેમજ લખ્યું કે, My Mother & entire Devgan family are deeply touched & humbled in silence by this thoughtful gesture from our Honourable Prime Minister narendra modi… Thank you Sir…

ઉલ્લેખનીય છે કે અજય દેવગણનાં પિતા વીરુ દેવગણને બોલિવૂડમાં સ્ટંટ ગૂરૂના નામથી ઓળખવામાં આવતા હતા. તેમણે કેટલાટ સુપર હિટ ફિલ્મોમાં સ્ટંટ કોરિયોગ્રાફર તરીકે ભુમિકા નીભાવેલી છે. ઘણા સમયથી તેઓ બિમાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અજયના પિતાનાં નિધન પર મોદીએ દેવગણ પરિવારને લખ્યો પત્ર, ‘બોલિવૂડને મોટું નુકશાન’ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/pm-narendra-modi-mourns-veeru-devgan-demise-sends-condolence-letter-devgn-family/
via Best Gujarati News