1ના બદલામાં 1, નીતીશે બિહારમાં ભાજપ સાથે કર્યો બરાબરીનો હિસાબ
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારમાં એક મંત્રી પદ આપવાની ઓફરને ઠુકરાવ્યાના ત્રણ દિવસ બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રવિવારના રોજ પોતાના મંત્રીપરિષદનું વિસ્તરણ કર્યું અને જેડીયુમાંથી 8 નવા મંત્રી સામેલ કર્યા. નીતીશએ રાજ્યમાં પોતાના સહયોગી દળ ભાજપને એક મંત્રી પદ આપવાની ઓફર કરી હતી પરંતુ તેમણે ના પાડી દીધી. માનવામાં આવે છે કે નીતીશ કુમારે પોતાના આ મંત્રીપરિષદના વિસ્તરણ દરમ્યાન ભાજપથી ‘બદલો’ લઇ લીધો છે.
બિહારના ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા સુશીલકુમાર મોદીએ એ વાતની પુષ્ટિ કરી છે કે તેમની પાર્ટીને એક મંત્રી બનાવાની ઓફર અપાઇ હતી પરંતુ તેમણે હાલ ના પાડી દીધી છે અને ભવિષ્યમાં તેને ભરાશે. એટલું જ નહીં એનડીએ અને સહયોગી દળ લોક જનશક્તિ પાર્ટીને પણ આ વિસ્તરણમાં સામેલ કરાયા નથી. રાજ્યમાં હવે 33 મંત્રી છે જ્યારે 243 સભ્ય વિધાનસભામાં મંત્રીઓની વધુમાં વધુ સંખ્યા 36 છે. તેમાંથી હજુ એક મંત્રી ભાજપ, એક એલજેપી અને એક જેડીયુનો બનાવી શકાય છે.
Nitish Kumar has offered Bjp to fill the vacant ministerial seat.Bjp decided to fill it in future .
— Sushil Kumar Modi (@SushilModi) June 2, 2019
એક મંત્રી પદ સ્વીકાર નહીં કર્યા બાદ જેડીયુ નારાજ થઇ ગયું છે અને તેમણે અન્ય એનડીએ પક્ષોની વિપરિત મોદી મંત્રીપરિષદમાં ‘સમાનુપાતિક પ્રતિનિધિત્વ’ ઇચ્છે છે. જો કે જેડીયુ કેન્દ્રમાં 2માંથી 3 મંત્રી પદ ઇચ્છે છે પરંતુ તેનાથી ભાજપ માટે સંકટ પેદા થઇ જશે કારણ કે મહારાષ્ટ્રમાં તેમની સહયોગી પાર્ટી શિવસેનાના જેડીયુથી વધુ સાંસદ છે. કહેવાય છે કે રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે પરંતુ રવિવારના રોજ જેડીયુએ જોર આપીને કહ્યું કે આ તેમની પાર્ટીનો ‘અંતિમ નિર્ણય’ છે કે તેઓ કેન્દ્રમાં એનડીએ સરકારમાં સામેલ થશે નહીં.
તો શું હવે અલગ થશે જેડીયુ અને ભાજપ?
જેડીયુ અને ભાજપ ફરીથી અલગ થવાની સંભાવના નથી અને તેનું કારણ વિધાનસભા ચૂંટણી છે. રાજ્યમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. 2015ની સાલમાં વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ અને ભાજપને આરજેડીના હાથે કેટલીય સીટો ગુમાવી પડી હતી. આરજેડી પાછલી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. આ સિવાય પાંચ રાજ્યસભા સાંસદ રિટાયર થવા જઇ રહ્યાં છે, તેમાં ત્રણ જેડીયુ અને બે ભાજપમાંથી છે. આ સીટો માટે આવતા વર્ષે ચૂંટણી થવાની છે.
જો કે રાજ્યસભામાં ભાજપ અને એનડીએની બહુમતી નથી, તેને જોતા એક એવા રાજ્યમાં જ્યાંથી 16 રાજ્યસભા સાંસદ પસંદગી પામી જાય છે, ભાજપ-જેડીયુનું સાથે રહેવું રાજકીય રીતે બંને પક્ષો માટે જરૂરી છે. આપને જણાવી દઇએ કે જેડીયુ અંદાજે 17 વર્ષ સુધી એનડીએમાં સામેલ રહ્યા બાદ 2013ની સાલમાં ભાજપની સાથે લોકસભા ચૂંટણીની ઠીક પહેલાં નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવ્યા બાદ તેનાથી અલગ થઇ ગયું હતું. 2017ની સાલમાં લાલુ યાદવની આરજેડી અને કોંગ્રેસને મતભેદ બાદ નીતીશ કુમારે ફરીથી ભાજપની સાથે હાથ મિલાવી લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 1ના બદલામાં 1, નીતીશે બિહારમાં ભાજપ સાથે કર્યો બરાબરીનો હિસાબ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/nitish-kumar-offers-single-seat-to-bjp-in-bihar-cabinet/
via Best Gujarati News
0 Comments