અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત જળવાયુ પરિવર્તનના મુદ્દા પર ભારત અને ચીનની આલોચના કરી છે. ટ્રમ્પે કહ્યું કે ભારત, ચીન અને રશિયામાં શુદ્ધ હવા અને પાણી સુદ્ધાં નથી અને આ દેશ વિશ્વના પર્યાવરણના પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યાં નથી.

ટ્રમ્પે બ્રિટિશ ચેનલ ITVને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી. પેરિસ ક્લાઇમેટ ચેન્જ કરારમાંથી બહાર થવાનો ટ્રમ્પે દાવો કર્યો કે આખી દુનિયામાં યુએસની જળવાયુ સૌથી ચોખ્ખી છે. મેં યુએસમાં સૌથી ચોખ્ખી હવાની વાત આંકડાના આધાર પર કહી છે. યુએસનું જળવાયુ દિવસેને દિવસે સારું થતું જઇ રહ્યું છે.

ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન, ભારત, રૂસ અને કેટલાંય બીજા દેશોની પાસે ના તો ચોખ્ખી હવા છે, ના તો ચોખ્ખું પાણી અને ના તો પ્રદૂષણ-સફાઇને લઇ સમજ છે. જો તમે કેટલાંક શહેરોમાં જશો તો…હું એ શહેરોનું નામ નહીં લઉં પરંતુ મને ખબર છે. જો તમે આ શહેરોમાં જાઓ છો તો તમને શ્વાસ સુદ્ધાં લઇ શકતા નથી. આ દેશો પોતાની જવાબદારી નિભાવી રહ્યાં નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનની ત્રણ દિવસની મુલાકાત પર પહોંચ્યા હતા. ટ્રમ્પ સોમવારના રોજ મહારાણી એલિઝાબેથ અને પ્રિન્સ ચાર્લ્સને પણ મળ્યા અને બકિંઘમ પેલેસના શાહી ભોજનમાં પણ સામેલ થયા.

બ્રિટનની મુલાકાત પર ટ્રમ્પે પ્રિન્સ ચાર્લ્સની સાથે પર્યાવરણના મુદ્દા પર વાત કરી. પ્રિન્સ ચાર્લ્સ લાંબા સમયથી પર્યાવરણના વિનાશ અને જળવાયુ પરિવર્તનને લઇ જાગૃતતા પર કામ કરી રહ્યાં છે.

ટ્રમ્પે પેરિસ કરાર પર પોતાના પૂર્વવર્તી બરાક ઓબામા નિર્ણય પલટી દીધો હતો અને આ સમજૂતીથી અમેરિકાને બહાર કરી દીધું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે આ સમજૂતી ખરાબ હતી અને તેમાં યુએસને સજા અપાઇ હતી જ્યારે ચીન, ભારત અને યુરોપને સરળતા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટ્રમ્પે ડહાપણ કર્યું- ભારતમાં હવા કે પાણી કશું ચોખ્ખું નથી, સફાઇની સમજ જ નથી appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/india-china-have-no-sense-of-pollution-donald-trump/
via Best Gujarati News

0 Comments