શેરબજારની શરૂઆતમાં ઉછાળો, સેન્સેક્સમાં 40,000ની ઉપર ટ્રેડિંગ શરૂ
આજે દિવસની શરૂઆત થતા શેરબજારમાં મજબૂતી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 40,000નો આંકડો ક્રોસ કરવામાં સફળ રહ્યું છે. આજે શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 52.89 પોઇન્ટ વધીને 40,136.43 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 18.15 પોઈન્ટ વધીને 12,039.80 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.
ક્રેડિટ પોલિસીની જાહેરાત થતા પૂર્વ રૂપિયામાં નબળાઈ નોંધાઇ છે. ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 14 પૈસાના ઘટાડા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.40 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.26 પર બંધ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજારની શરૂઆતમાં ઉછાળો, સેન્સેક્સમાં 40,000ની ઉપર ટ્રેડિંગ શરૂ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-40136-and-nifty-12039/
via Best Gujarati News
0 Comments