હિટમેન રોહિત શર્માએ વિજયી સદીના સાથે જ તોડી નાંખ્યો ગાંગુલીનો આ રેકોર્ડ
ક્રિકેટ વર્લ્ડ કપ 2019મા બુધવારના રોજ રમાયેલા મુકાબલામાં રોહિત શર્માએ પોતાના વનડે ઇન્ટરનેશનલ કેરિયરની 23મી સદી ફટકારી. તેની સાથે જ તેણે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા છે જેના નામે 22 વનડે ઇન્ટરનેશનલ સદી છે.
રોહિત શર્માએ આ મેચમાં ઓપનર તરીકે 8000 ઇન્ટરનેશનલ રન પણ પૂરા કર્યા. સાથો સાથ 12000 ઇન્ટરનેશનલ રન પણ પૂરા કર્યા. રોહિતની 122 રનોની મેચ જીતવામાં ખૂબ સારી મદદ મળી અને આઇસીસી વર્લ્ડ કપ 2019ની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી આગાઝ કર્યો.
ભારત માટે સૌથી વધુ વનડે સદી
– 49 સચિન તેંડુલકર
– 41 વિરાટ કોહલી
– 23 રોહિત શર્મા
– 22 સૌરવ ગાંગુલી
– 16 શિખર ધવન
– 15 વીરેન્દ્ર સહેવાગ
વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય (હાલમા)
– રોહિત શર્મા – 11
– એમ એસ ધોની – 10
– શિખર ધવન – 9
– વિરાટ કોહલી – 3
સ્કોર ચેન્જિંગમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી
– 25 વિરાટ કોહલી
– 17 સચિન તેંડુલકર
– 12 ક્રિસ ગેલ
– 11 તિલક રત્ને દિલશાન
– 11 રોહિત શર્મા
વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર દેશ
ભારત – 26*
ઓસ્ટ્રેલિયા – 26
શ્રીલંકા – 23
વેસ્ટઇન્ડિઝ – 17
ન્યૂઝીલેન્ડ – 15
સાઉથ આફ્રિકા – 14
પાકિસ્તાન – 14
ઇંગ્લેન્ડ – 13
બુધવારના રોજ સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ રોહિતે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા. રોહિત શર્મા 144 બોલ પર 13 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી નોટ આઉટ 122 રનની ઇનિંગ્સ રમ્યો. રોહિતે સંયમની સાથે બેટિંગ કરી અને એક છેડા પર શરૂઆતથી ઉભા રહ્યા. રોહિત પહેલાં 50 રન 70 બોલમાં બનાવ્યા અને બીજા 50 રન 57 બોલમાં પૂરા કર્યા.
જો કે ભારતને આ જીત સરળતાથી મળી નથી. સાઉથ આફ્રિકાના બોલર્સની સામે ભારતીય બેટસમેન રન બનાવા માટે સંઘર્ષ કરતાં દેખાયા. ભારતને 228 રનોનો લક્ષ્યાંક મળ્યો હતો. જેને તેઓ સંઘર્ષ કરતાં 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હિટમેન રોહિત શર્માએ વિજયી સદીના સાથે જ તોડી નાંખ્યો ગાંગુલીનો આ રેકોર્ડ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-world-cup-2019-rohit-sharma-hits-23rd-odi-century-record-break-sourav-ganguly/
via Best Gujarati News
0 Comments