ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ દ્રારા બહાર પાડવામાં આવેલાં ધો.૧થી ૧૨ના નવા પુસ્તકોના ભાવોમાં સરેરાશ ૧૦૦ ટકા જેટલો વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ધો.૧૦ અને ૧૨ સાયન્સના પુસ્તકોની કિંમતમાં ખૂબ જ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ વર્ષે NCERTના અભ્યાસક્રમનો અમલ કરવામાં આવ્યો હોવાથી પુસ્તકોના ભાષાંતરના ખર્ચને લઇને કિંમતમાં વધારો થયો હોવાનું તંત્ર તરફથી બચાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ ધરખમ વધારો વાલીઓની કમર તોડી નાંખશે.  રાજયના શિક્ષણ વિભાગ દ્રારા નવા શૈક્ષણિક સત્રથી NCERTના પુસ્તકો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો.

જેના પગલે રાજય પાઠય પુસ્તક મંડળ દ્રારા ડિસેમ્બર મહિનાથી જ નવા પુસ્તકો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અંગ્રેજી માધ્યમના પુસ્તકો તો તૈયાર જ લઇ લેવાયા હતા. પરંતુ ગુજરાતી માધ્યમના પુસ્તકો માટે ભાષાંતર કરાયું હતું.

જે પુસ્તકો અગાઉ ૬૮૯માં મળતા હતા તે હવે ૯૩૭માં વેચાવા માંડયા

ધો.૧૦માં ગુજરાતી માધ્યમના ગણિતના પુસ્તક રૂ. ૮૯ના બદલે રૂ. ૧૨૬ અને વિજ્ઞા।નનું પુસ્તક રૂ. ૯૧ના સ્થાને રૂ. ૧૪૯ના ભાવે મળી રહ્યું છે. જયારે અંગ્રેજી માધ્યમમાં જૂનો ભાવ રૂ. ૧૮૦ હતો તે વધીને રૂ.૩૦૫ થયો છે.

ધો.૯માં હાલમાં અભ્યાસમાં ચાલતા પુસ્તકોની કિંમત રૂ. ૨૪૧ના રૂ. ૫૭૨ થયા છે.

સ્કૂલના પ્રારંભે જ પુસ્તકોની તંગી

દર વર્ષની માફક આ વર્ષે પણ શાળાઓનો ટૂંકસમયમાં પ્રારંભ થવાનો છે. ત્યારે બજારમાં પુસ્તકોની અછત સર્જાઇ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન છે. તેમાંય વળી આ વખતે ધો.૨માં ગુજરાતી, ધો.૪માં પર્યાવરણ અને ધો.૬માં સમાજવિદ્યાના પુસ્તકો બદલાયા છે. લગભગ તમામ ધોરણોમાં પુસ્તકો બદલાયા છે. તેની સામે હાલમાં બજારમાં પુસ્તકોની અછત જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજ્યની સ્કૂલો શરૂ થાય તે પહેલા જ વાલીઓ માટે આવી ગયા માઠા સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-average-100-increase-in-the-price-of-books-of-standard-1-to-12/
via Best Gujarati News