યુપીનો કુખ્યાત માફિયા ડોન ખાશે સાબરમતી જેલની હવા, 100થી વધુ હત્યાના છે કેસ
લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ બંધ ઉત્તર પ્રદેશના બાહુબલી અને પૂર્વ સાંસદ અતીક અહેમદનું નવું ઠેકાણું હવે સાબરમતી જેલ હશે. સુપ્રીમ કોર્ટ દ્વારા અતીક અહેમદ પર સખ્તાઈ દર્શાવ્યા બાદ ઉત્તર પ્રદેશની સરકારે તેની બદલી સાબરમતી જેલમાં કરી છે. આ પહેલાં તેને પ્રયાગરાજની નૈની જેલમાં લવાયો હતો. અને હવે તેને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સોમવારે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેને વિમાનમાં અમદાવાદ લવાશે.
અતીક અહેમદ પર અનેક મામલાઓ ચાલી રહ્યા છે, જેને કારણે તે હાલ જેલમાં છે. હમણા એપ્રિલમાં જ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી એક બેંચે સીબીઆઈને અતીક અહેમદ અને તેના સહયોગી વિરુધ્ધ તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટે આ આદેશ રિયલ એસ્ટેટ ડીલર મોહિસ જાયસવાલના કથિત અપહરણ અને અત્યાચાર મમલે આપ્યો હતો.
અતીક અહેમદ પર દાખલ કેસ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સમયે ઉત્તર પ્રદેશની સરકારે અતીક અહેમદ વિરુધ્ધ તમામ કેસોની જાણકારી આપી હતી. સરકાર પ્રમાણે, અતીક અહેમદ સામે 1979થી 2019 સુધી કુલ 109 કેસ પેન્ડિંગ છે. જેમાં 17 કેસ કલમ 302, 12 કેસ ગેંગસ્ટર એક્ટ, 8 કેસ આર્મ્સ એક્ટ અને 4 કેસ ગુંડા એક્ટના મામલે કેસ દાખલ છે. સરકારી રેકોર્ડ પ્રમાણે અતીક અહેમદ સામે 8 કેસ 2015થી 2019 વચ્ચે દાખલ કરાયા હતા. જેની તપાસ ચાલી રહી છે. અને આ કેસોમાંથી બે કેસ તો 302નાં સામેલ છે.
અતીક અહેમદનો આતંક
અતીક અહેમદ હાલ જેલમાં બેઠાં-બેઠાં પણ મોટી ગેંગને ઓપરેટ કરે છે. અતીક અહેમતે બસપાના ધારાસભ્ય રાજુલ પાલની હત્યા કરી હતી. તો તેણે જેલની અંદર જ સપાના નેતા પર જીવલેણ હુમલો કર્યો હતો. તેની પર 100થી વધુ હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી સહિતના કેસ છે. અતીક અહેમદની ગેંગ આઈએસ 227 નામથી ઓળખાય છે. અતીકની ગેગમાં કુખ્યાત 140થી વધુ સાગરિતો સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post યુપીનો કુખ્યાત માફિયા ડોન ખાશે સાબરમતી જેલની હવા, 100થી વધુ હત્યાના છે કેસ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/up-mafia-don-atique-ahmed-bring-to-sabarmati-jail-after-sc-order/
via Best Gujarati News
0 Comments