ગ્લેમરસ છે TMCની આ બન્ને સાંસદ, બોલ્ડ ડાન્સ મૂવ્સનો Video થયો વાયરલ
લોકસભા ચૂંટણી 2019માં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાંથી બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી છે. આ જીત બાદ બન્ને અભિનેત્રી ઘણી ખુશ છે અને ઘણી ચર્ચામાં પણ છે. તાજેતરમાં જ મિમી અને નુસરત સંસદમાં પહોંચી હતી અને પ્રથમ દિવસના પ્રવેશ સમયેની તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જ્યારે હવે, આ બંનેનો એક બોલ્ડ ડાન્સ મૂવ્સનો વીડિયો વાયરલ થયો છે.
Wow Wow Wow!!! New MPs from Bengal.. Mimi Chakraborty & Nusrat Jahaan_India is really really progressing ..it’s a welcome relief to see MP’s who are so easy on the eye
pic.twitter.com/F4B0EZxkZJ
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2019
આ વીડિયોને બોલિવૂડના ડાયરેક્ટર રામગોપાલ વર્માએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું છે કે,”Wow Wow Wow!!! બંગાલની નવી MP…. મિમી ચક્રવર્તી અને નુસરત જહાં. હિન્દુસ્તાન સાચે ઘણો પ્રગતિશીલ છે, સ્વાગત છે બન્ને એમપીનું…” નુસરત અને મિમીએ આ વીડિયોમાં ડાન્સ કરતા દેખાઈ રહી છે. બ્લેક ડ્રેસમાં મિમી ચક્રવર્તી અને નુસરત જહાં ગ્લેમસર નજરે આવી રહી છે. વીડિયોમાં પરફેક્ટ મૂવ્સ દેખાડ્યા બાદ બંને ખુશ થઈને એક-બીજાને ભેટી પડે છે. આ પ્રથમ વખત નથી, અગાઉ પણ આ બંનેના આવા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે બન્ને અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગ્લેમરસ છે TMCની આ બન્ને સાંસદ, બોલ્ડ ડાન્સ મૂવ્સનો Video થયો વાયરલ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/nusrat-jahan-and-mimi-chakraborty-dance-video-goes-viral/
via Best Gujarati News

0 Comments