લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ને પ્રચંડ જીત પ્રાપ્ત થઈ છે. બીજેપીને 542માંથી 303 બેઠકો મળી છે. પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં બીજેપીએ અદ્ભુત વિજય મેળવ્યો છે. જ્યારે સોશિયલ મીડિયા પર પણ બીજેપીની આ જીતને લઈ સતત અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. બોલિવૂડની જાણીતી હસ્તીઓ પણ સતત આ વિશે કોમેન્ટ કરી રહી છે.

આ ક્રમે હવે ‘બેન્ડિટ ક્વીન’ અને ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર અને એક્ટર શેખર કપૂરે બીજેપીની જીત પર એક ટ્વીટ કર્યું છે. શેખર કપૂરે મિસ્ટર ઈન્ડિયાના વિલેન ‘મોગેંબો’ની એક તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે,‘લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીત પર મોગેંબોના એક્સપ્રેશન. આપણું શું કહેવું છે? તેને શું કહ્યું હશે?’ આ રીતે શેખર કપૂરે તેમની ફિલ્મના એક પાત્રની તસવીરે શેર કરી લોકોથી બીજેપીની જીત પર તેમના વિચાર રજૂ કરવા કહ્યું છે.

તમને જણાવી દઈએ કે શેખર કપૂરે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે. શેખર કપૂરે ‘એલીઝાબેથ: ધ ગોલ્ડન એજ’,‘બેન્ડિટ ક્વીન’,‘મિસ્ટર ઈન્ડિયા’,‘ધ ફોર ફીદર્સ’,‘માસૂમ’ જેવી કેટલીક ફિલ્મોનું નિર્માણ કર્યું છે. શેખર કપૂર બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા દેવાનંદના ભાણેજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post BJPની જીત પર ડાયરેક્ટર શેર કરેલી તસવીર બાદ પૂછ્યું કંઈક એવું કે વાયરલ થયું Tweet appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/shekhar-kapur-posted-mogambo-photos-on-social-media-viral/
via Best Gujarati News