હજી સસરા વીરૂ દેવગણનો શોક પણ નથી સમ્યો ત્યાં કાજલના હોસ્પિટલના આંટા
બોલીવુડનું સ્ટાર કપલ અજય દેવગણ અને કજોલ પરિવારમાં શોકની લાગણી છે ત્યાં જ વધુ એક આફત આવી પડી છે. અજય દેવગનના પિતા વીરુ દેવગન 27 મી મેની સવારે મૃત્યુ પામ્યા હતા. મે 27 ની સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. જેમાં અજય દેવગણ અને કાજોલની મા તનુજા સહિત સમગ્ર પરિવાર હાજર હતું. હવે કાજોલના પરિવારમાંથી પણ માઠા સમાચાર આવ્યા છે.
હજી દેવગણ પરિવાર વીરુ દેવગન ગમગીનતામાંથી બહાર પણ નથી નીકળ્યું, ત્યાં બીજે દિવસે બીજા ખરાબ સમાચાર સામે આવ્યા છે. કાજોલની માતા અને વિતેલા જમાનાની દિગ્ગજ અભિનેત્રી તનુજાની તબીયત અચાનક ખરાબ થઈ છે. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા.
તનુજાને ગઈ કાલે મંગળવારથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. ઘરમાં શોકના માહોલ વચ્ચે પણ કાજોલ સમય કાઢીને લીલાવતી હોસ્પિટલ જાય છે અને માતાની સારસંભાળ લેવા લીલાવતી જાય છે. જોકે તનુજાની બીમારીને લઈને કોઈ માહિતી સામે આવી નથી. લીલાવતીના ડૉક્ટરો પણ આ મામલે કોઈ જ માહિતી આપવાનું ટાળી રહ્યા છે.
ગુરુવારે અજય દેવગણે પિતા વીરૂ દેવગણની આત્માની શાંતિ માટે જૂહુના ઈસ્કોન મંદિરમાં સાંજે પાંચથી સાત વાગ્યા સુધીમાં એક પ્રાર્થના બેઠક યોજી હતી. જેમાં પરિવારની સાથે બૉલીવુડના સેલિબ્રિટિનો પણ સમાવેશ થાય છે. જો અભિનેત્રી તનુજાના સ્વાસ્થ્યમાં સુધારો આવો અને તેને હોસ્પિટલમાંથી રજા મળી જાય તો તે પણ ત્યાં શામેલ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હજી સસરા વીરૂ દેવગણનો શોક પણ નથી સમ્યો ત્યાં કાજલના હોસ્પિટલના આંટા appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/veteran-actress-tanuja-hospitalised-due-to-abdominal-painand-kajols/
via Best Gujarati News
0 Comments