મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બે આતંકવાદીઓના હોવાની સૂચનાએ સ્થાનિક પોલીસને ચોંકાવી દીધી. સંપૂર્ણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પોલીસે આતંકવાદઓની ધરપકડ પણ કરી. પરંતુ જ્યારે તેમની ઓળખ સામે આવી તો પોલીસ પણ હેરાન થઈ ગઈ. કારણ કે તેઓ આતંકવાદી નહીં પરંતુ એક ફિલ્મના ટીમ મેમ્બર હતા. તેઓ પાત્રના ગેટઅપમાં જ્યારે રસ્તાઓ પર ફરી રહ્યા હતા ત્યારે પોલીસની ટીમે તેમની ધરપકડ કરી.

મીડિયા રિપોર્ટ મુજબ એક બેંક એટીએમના સિક્યુરિટી ગાર્ડે પંચવટી નાના એરિયામાં શંકાસ્પદ લાગી રહેલા બે લોકોને જોયા. ગાર્ડે કહ્યું કે,‘હું જ્યારે ખાવાનું લેવા માટે માર્કેટમાં ગયો તો જોયું કે એક શખ્સ સિગરેટ ખરીદી રહ્યો હતો અને અન્ય એક વ્યક્તિ(ટેરરિસ્ટના ગેટઅપ) વાનમાં રાહ જોઈ રહ્યો હતો.’ ત્યારે ગાર્ડને શંકા થઈ તો તેને તેના ભાઈ જે પોલીસમાં છે ફોન કર્યો. શહેરમાં આતંકવાદી હોવાની સૂચના મળતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને આતંકીઓની ધરપકડ કરી.

પરંતુ જ્યારે સંપૂર્ણ તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તેઓ ફિલ્મી કલાકાર હતા અને પૂછપરછ બાદ પોલીસે તેમને છોડી દીધા. મીડિયા રિપોર્ટ મુજબ આ બે કલાકાર યશરાજની એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. જોકે આ વાતની પુષ્ટિ કરવા માટે પોલીસે ફિલ્મના સેટ પર પહોંચી પૂછપરછ પણ કરી. ત્યારે બાદ પોલીસે બન્નેને છોડી દીધા. સૂત્રો મુજબ આ બન્ને એક્ટર્સ ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ઋત્વિક રોશન જલ્દી ફિલ્મ ‘સુપર 30’માં નજરે આવશે. જે જુલાઈમાં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post યશરાજ ફિલ્મ્સનું શૂટિંગ કરી રહેલા એક્ટર્સની પોલીસે કરી ધરપકડ, જાણો સંપૂર્ણ મામલો appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/police-arrest-two-actor-in-palghar-suspicion-of-being-terrorists/
via Best Gujarati News