બોલિવૂડ સિંગર સોના મહાપાત્રા તેના ગાયન માટે જાણીતી છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને મુદ્દાઓ પર ખુલીને વાત પણ કરે છે. જોકે ઘણી વખતે તેઓ ટ્રોલ પણ થઈ જાય છે. જ્યારે હવે એવું જ કંઈક સિંગર સાથે ફરી બન્યું છે. પરંતુ આ વખતે સિંગરને અભદ્ર ટિપ્પણીઓ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

વાત એમ છે કે ફિલ્મ ‘ભારત’ને લઈ એક્ટર સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે વિવાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ ‘ભારત’ છોડવા માટે સલમાન ખાન વારંવાર પ્રિયંકા ચોપરા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યો છે. આ વાત પર સોના મહાપાત્રા સલમાન ખાન પર ભડકી અને ટ્વીટ કર્યું. ત્યાર બાદ સલમાન ખાનના ફેન્સ સોનાને ટ્રોલ કરવા લાગ્યા. પરંતુ આ દરમિયાન એક યૂઝર્સે સોના મહાપાત્રા વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

સોના મહાપાત્રાએ ટ્વીટર પર આ વિશે માહિતી આપી છે. તેને ટ્રોલરની ધમકીનો સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં અભદ્ર ભાષા સાથે મારી નાખવાની ચીમકી આપવામાં આવી. સોનાએ લખ્યું કે,‘મને દરરોજ ખરાબ વર્તન કરનાર ‘હીરો’ના ફોલોવર્સ તરફથી એવા ઇ-મેઇલ આવે છે. જે એવા ઝેરીલા વર્તનને પ્રોત્સાહિત કરે છે. તેઓ ‘ભારત’ નામના ટાઇટલનો દાવો કરે છે.’ તમને જણાવી દઈએ કે આ પહેલા સોનાએ પ્રિયંકા ચોપરાને સપોર્ટ કરતા કહ્યું હતું કે,‘કારણ કે, પ્રિયંકા ચોપરા પાસે જીવનમાં કરવા માટે વધુ સારી વસ્તુઓ છે. ખાસ કરીને તે તેના જીવનથી મહિલાઓને પ્રોત્સાહિત કરી રહી છે.’ આ ટ્વીટ બાદ સોના મહાપાત્રા સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સલમાન વિરુદ્ધ બોલવા બદલ સિંગરને મળી જાનથી મારી નાખવાની ધમકી appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/actress-sona-mohapatra-gets-death-threat-from-user/
via Best Gujarati News