શ્રીદેવીને નફરત, મલાઈકાને પ્રેમ? સવાલ પર અર્જુને આપ્યો એવો જવાબ કે…
અર્જુન કપૂર, મલાઈકા અરોરા સાથે રિલેશનશિપને લઈ હાલ ચર્ચામાં છે. જ્યારે તેની ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ પણ તાજેતરમાં રિલીઝ થઈ છે. જે બોક્સ ઓફિસ કલેક્શનમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે. અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે અને ઘણી વખત મલાઈકા સાથે સંબંધોને લઈ ટ્રોલ પણ થાય છે. તાજેતરમાં એક યૂઝર્સે અર્જુન કપૂરને મલાઈકા સાથે અફેર અને શ્રીદેવીને લઈ એક સવાલ કર્યો. જેના પછી અર્જુન કપૂરે એવો જવાબ આપ્યો કે યૂઝર્સે માફી માગવી પડી.
જી હાં, તમને જણાવી દઈએ કે યૂઝર્સે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે,‘તમે તમારા પિતાની બીજી પત્નીથી નફરત કરો છો, કારણ કે પિતાએ તમારી માતાને છોડી દીધા હતા. જ્યારે હવે તમે એક એવી મહિલાને ડેટ કરી રહ્યા છો જે તમારાથી 11 વર્ષ મોટી છે અને એક બાળક પણ છે. ડબલ સ્ટેન્ડર્ડ કેમ અર્જુન કપૂર?’ અર્જુન કપૂર આ સવાલ પર મૌન ન રહેતા લખ્યું કે,‘હું કોઈથી ધૃણા નથી કરતો. અમે બન્ને એક બીજાથી ગરિમાપૂર્ણ અંતર બનાવ્યું હતું. જો અમારી વચ્ચે ઘૃણા હો તો હું સંવેદનશીલ સમય પાપા, જાહ્નવી અને ખુશીની સાથે ન હોત. ટાઇપ કરીને લખી લેવું અને જજ કરવું સરળ હોય છે. પહેલા થોડું વિચારો.’
I don’t hate anyone Kusum. We kept a dignified distance, If I did I wouldn’t have been there for my dad Janhvi & Khushi at a sensitive time… it’s easy to type & judge, think a little. Your @Varun_dvn s fan so I feel I should tell u don’t spread negativity with his face on ur DP https://t.co/DHyHVVDPHq
— Arjun Kapoor (@arjunk26) May 28, 2019
વધુ ઉમેરતા અર્જુન કપૂરે કહ્યું કે,‘તમે વરુણ ધવનના ફેન છો તો તમારે તમારી પ્રોફાઇલ પર વરુણની ડીપી રાખીને નકારાત્મકતા ફેલાવી ન જોઈએ.’ જોકે અર્જુનના આ જવાબ પર યૂઝર્સે માફી પણ માંગી, તેને ટ્વીટ કરી લખ્યું કે,‘હું માફી માગું છું. જો મે કોઈની લાગણી દુભાવી હોય તો. કોઈને નુકસાન પહોંચાડવું મારો ધ્યેય નહોતો. અર્જુન કપૂરના દરેક ફેનથી હું માફી માગું છું. કૃપા મને માફ કરી દો.’ ત્યાર બાદ અર્જુન કપૂરે લખ્યું કે,‘કોઈ વાત નહીં, પ્રેમ ફેલાઓ…સ્ટ્રીટ ડાન્સર તમને જોઈ રહ્યો છે.’
Im glad u apologised kusum its okay arjun is not upset lets just all live our own lives ak has a big heart like I always say I don’t want any of my fans to talk bad about any actors #keepiteasy https://t.co/o4aNGmbMjb
— Varun Dhawan (@Varun_dvn) May 28, 2019
જોકે આ વિશે જ્યારે એક્ટર વરુણ ધવનને ખબર પડી તો તેને પણ એક ટ્વીટ કરી અને લખ્યું કે,‘મને ખુશી છે કે તમે માફી માંગી. બધાને તેમની રીતે જીવન જીવવા દો. અર્જુન પાસે મોટું હૃદય છે. જેમ હું હંમેશાં કહું છું કે હું નથી ઇચ્છતો કે મારું કોઈ પ્રશંસક કોઈ અન્ય અભિનેતા વિશે ખોટું અને અભદ્ર બોલે.’ તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તાજેતરમાં ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રીનિંગ વખતે પણ સાથે સ્પોટ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શ્રીદેવીને નફરત, મલાઈકાને પ્રેમ? સવાલ પર અર્જુને આપ્યો એવો જવાબ કે… appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/arjun-kapoor-say-troller-who-questioning-about-malaika-and-sridevi/
via Best Gujarati News

0 Comments