પશ્ચિમ બંગાળમાં પણ ગુજરાત વાળી, TMCના સાગમટે 53 નેતાઓ BJPમાં જોડાયા
મમતા બેનર્જીને એક મોટો ઝટકો લાગ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી TMCમાંથી 3 ધારાસભ્ય અને 50 જેટલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. મુકુલ રોયનો પુત્ર શુભ્રાંશુ રોય, શિલભદ્ર દત્ત અને સુનીલ સિંહ ભાજપમાં જોડાયા છે. આ ત્રણેય ધારાસભ્ય દિલ્હી ખાતે ભાજપમાં જોડાયા છે સાથે જ 50 જેટલાં કોર્પોરેટર પણ જોડાયા છે.
24 કોર્પોરેટર પરગાના જિલ્લાના છે જ્યારે અન્ય કંચરાપારા, હલિશહર અને નૈહાતી નગર પાલિકાના છે. સાથે જ કોંગ્રેસના 2 અને માકપાનો એક ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતનો મુકુલ રોય અને બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયનો મહત્વનો ફાળો છે. મહત્વનું છે કે, શુભ્રાંશુ રોયને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. પાર્ટીની ઈમેજ ખરાબ કરવાના આરોપમાં તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. મુકુલ રોય અન્ય પાર્ટીઓના નેતાઓને તોડવા માટે પ્રખ્યાત હતા પરંતુ હાલમાં ભાજપમાં આવીને મુકુલ રોય ટીએમસીને તોડી રહ્યા છે.
This is just first phase, says BJP as 2 TMC MLAs, over 50 councillors join party
Read @ANI story | https://t.co/gTjPfRIl8N pic.twitter.com/cC3SuZmAOl
— ANI Digital (@ani_digital) May 28, 2019
બંગાળ ભાજપના નેતા મુકુલ રોય આ તમામને દિલ્હી લઈને પહોંચ્યા હતા, જ્યાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં સભ્યપદ સ્વીકાર્યુ. આ ઉપરાંત ડાબેરી ધારાસભ્ય તુષારકાંતિ ભટ્ટાચાર્યજી પણ ભાજપમાં જોડાયા છે. વિજયવર્ગીયએ કહ્યું કે ભાજપનું સભ્યપદ સ્વીકારવાનો આ પહેલો તબક્કો હતો.
TMC MLAs Subhranshu Roy, Tusharkanti Bhattacharjee and CPM MLA Devendra Roy joined BJP today in Delhi. Subhranshu is the son of BJP leader Mukul Roy and had been suspended by TMC recently. https://t.co/ajgprN4Ept
— ANI (@ANI) May 28, 2019
કૈલાશ વિજયવર્ગીયએ વધુમાં કહ્યું કે, જે રીતે પશ્ચિમ બંગાળમાં 7 તબક્કામાં લોકસભા ચૂંટણી થઈ તેવી જ રીતે ભાજપનું સભ્યપદ સ્વીકારવાની પ્રક્રિયા પણ 7 તબક્કામાં જ થશે. આજે તો માત્ર પહેલું ચરણ હતું. આગળ પણ આ રીતે સભ્યપદ ગ્રહણ કરવાની પ્રથા યથાવત જ રહેશે.
Two TMC MLAs and one CPM MLA from West Bengal join BJP at party headquarters in Delhi. More than 50 Councillors also join BJP pic.twitter.com/9cJ0gTn9FC
— ANI (@ANI) May 28, 2019
Kailash Vijayvargiya, BJP National General Secretary on 3 MLAs and more than 50 Councillors from WB joining BJP: Like the elections were held in seven phases in West Bengal, joinings in BJP will also happen in seven phases. Today was just the first phase. pic.twitter.com/YbYEYK2KwU
— ANI (@ANI) May 28, 2019
શુભ્રાંશુને તૃણમૂલે પાર્ટી વિરોધી પ્રવૃતિઓ માટે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ શુભ્રાંશુની સાથે હાલીશહરના લગભગ 18 કોર્પોરેટર, નૈહાટીના 17 અને કાંચડાપાર વિસ્તારના 14 કોર્પોરેટર સોમવારે સાંજે દિલ્હી પહોંચી ગયા હતા. મુકુલ રોયે કહ્યું કે, “મને લાગે છે કે આગામી બે-ત્રણ મહિનામાં ભાજપ રાજ્યમાં 50-60 નગરપાલિકાઓ પર નિયંત્રણ મેળવી લેશે.”
જુઓ આ વીડિયો પણ
એક CM અને એક પોલીસકર્મી વચ્ચે દિલચસ્પ આદાન-પ્રદાનનો કિસ્સો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પશ્ચિમ બંગાળમાં પણ ગુજરાત વાળી, TMCના સાગમટે 53 નેતાઓ BJPમાં જોડાયા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/3-tmc-mlas-and-about-50-councillors-joins-bjp-in-delhi/
via Best Gujarati News
0 Comments