મધ્ય પ્રદેશમાં અવળી ગંગા! જીત્યું ભાજપ પણ બંપર ફાયદો કોંગ્રેસને
રાજકારણની રમત જ એવી છે કે જેમાં ક્યારેક જીત બીજાની તો ફાયદો કોઈ બીજાને થતો હોય. મધ્યપ્રદેશમાં કઈક એવું જ જોવા મળ્યું. મધ્યપ્રદેશનાં રતલામથી ભાજપનાં વિધાનસભ્ય લોકસભા ચૂંટણી લડીને વિજેતા થયા અને સાંસદ બન્યા. પરંતુ અહીં બન્યું એવું કે ભાજપની જીતનાં કારણે કોગ્રેસની સ્થિતિ થોડી વધારે સારી થઈ ગઈ છે.
રતલામથી ભાજપનાં જીએસ દામોરે ભાજપ પાર્ટી તરફથી લોકસભા ચૂંટણી જીતી. હવે જો દામોર વિધાનસભ્ય પદથી રાજીનામુ આપશે એટલે વિધાનસભામાં સંખ્યા 229ની થઈ જશે. તેમજ જાબુઆમાં આવતા 6 મહિનામાં જ ચૂંટણી છે અને જો આ સ્થિતિ રહી તો ભાજપ કરતા કોગ્રેસ થોડુ વધારે મજબુત થશે. કારણ કે કોગ્રેસ પાસે વિધાનસભા માટે 115 પર્યાપ્ત સીટ હશે અને કોઈની બહારથી મદદની જરૂર નહીં પડે.
દામોરનાં રાજીનામાંના લીધે આજે બન્ને પાર્ટીમાં ઘણા સવાલો છે. કારણ કે કોગ્રેસ પાસે પર્યાપ્ત સીટ છે. ભાજપનાં નેતા શર્મા કહે છે કે, બિલકુલ, અમને એ વાત વિશે તો વિચાર્યું જ નહોતું કે દામોરનાં રાજીનામું આપવાથી સંખ્યા ઘટી જશે અને કોગ્રેસ પાસે તો પર્યાપ્ત સીટ છે. જો કે શર્માએ એ પણ જણાવ્યું કે કમલનાથ સરકાર પાડવા માટે ભાજપ કોઈ પણ રીતે કોશિસ નથી કરી રહ્યું.
શર્માએ આગળ કહ્યું કે હા અમે એવો કોઈ પ્રયત્ન નથી કરતા કે કમલનાથની સરકાર પડી જાય. પણ જો હવે કોગ્રેસની કમલનાથ સરકાર પડે છે તો પછી અમે જે ઉચિત હશે એવો કોઈ નિર્ણય લઈશું. પરંતુ એ સાચુ છે કે જો દામોર રાજીનામું આપશે તો કોગ્રેસને બહારથી કોઈનાં સમર્થનની જરૂર નહીં પડે.
જ્યારે વિપક્ષને એવો સવાલ કર્યો કે શું ભાજપ દામોરને વિધાનસભ્ય જ રાખશે. ત્યારે વિપક્ષ નેતા ભાર્ગવ કહે છે કે, એ વાત સંભવ જ નથી. એ પોતે પણ કોગ્રેસથી ડરી ગયા છે. અમારે કઈ કરવાની જરૂર નહીં પડે. તો વળી એ બાજુ કલમનાથનાં મીડિયા કોઓર્ડેનિટે કહ્યું કે દામોર જ્યારે રાજીનામું આપશે ત્યારે અમે જાતે જ પુર્ણ બહુમતમાં આવી જશું. હવે જોવાનું એ રહેશે કે દામોર વિધાનસભ્ય પક્ષથી રાજીનામું આપશે કે પછી સાંસદ પદને જતું કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મધ્ય પ્રદેશમાં અવળી ગંગા! જીત્યું ભાજપ પણ બંપર ફાયદો કોંગ્રેસને appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/madhyapradesh-bjp-mla-win-in-lok-sabha-chunav-2019-benefitto-congress/
via Best Gujarati News
0 Comments