કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, પરેશ ધાનાણીએ ધરી દીધુ રાજીનામું. રાજ્યસભાની 2 બેઠકો જીતવા BJPએ શરૂ કર્યું ઓપરેશન, 2 કોંગી MLA નીતિન પટેલને મળ્યા. રાહુલ ગાંધીનો હઠાગ્રહ યથાવત, પાર્ટીને આપ્યો એક મહિનાનો સમય. ભારતને જોડદાર ઝાટકો આપવાની તૈયારીમાં ઈરાન, લઈ શકે છે આકરો નિર્ણય. અંબાણીના આવશે ‘અચ્છે દિન’, મોદી સરકાર પાસેથી છે આ આશા. રશિયન છોકરી સાથેના વીડિયોને લઇને ઓસ્ટ્રીયાની સરકારે ગુમાવી પડી સત્તા. આ ક્રિકેટ અધિકારી મહિલાઓને VIDEO કોલ કરી કરતો અશ્લીલ વાતો, આ રીતે ફૂટ્યો ભાંડો!. “તારક મહેતા કા…”ની દિશા વાકાણી પર વિફર્યા ફેન્સ, કહ્યું આટલો ઇગો હશે લાગતું નહોંતું. એવું તે શું જોયું સની લિયોનીએ, જેના કારણે ઉડી ગયા તેના હોશ, જુઓ તસવીરો સહિતના અગત્યના સમાચાર.

 
લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સ્વાદ ચાખ્યા બાદ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. કાર્યકરો મોટા નેતાઓ પર હારનો ટોપલો ઠલવી રહ્યા છે ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવા માટે જીદે ચઢ્યા છે

વધુ વાંચવા કરો ક્લિક-2: રાજ્યસભાની 2 બેઠકો જીતવા BJPએ શરૂ કર્યું ઓપરેશન, 2 કોંગી MLA નીતિન પટેલને મળ્યા

રાજ્યસભાની બેઠકને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઇ ગયુ છે. રાજ્યસભાની 2 બેઠકને લઈને રાજનીતિ તેજ થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની બેઠક ખાલી પડશે તેથી બંને બેઠક પાછી મેળવવા BJPને 11 મતની જરૂર છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: રાહુલ ગાંધીનો હઠાગ્રહ યથાવત, પાર્ટીને આપ્યો એક મહિનાનો સમય

લોકસભાની ચૂંટણીમાં નાલેશી ભર્યા પરાજય બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પર અડગ છે. કોંગ્રેસના બે નેતા કે.સી. વેણુગોપાલ અને અહેમદ પટેલ સહિત બહેન પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ રાહુલને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે,

વધુ વાંચવા કરો ક્લિક-4: ભારતને જોડદાર ઝાટકો આપવાની તૈયારીમાં ઈરાન, લઈ શકે છે આકરો નિર્ણય

અમેરિકાના પ્રતિબંધોથી ધુંધવાયેલુ ઈરાન ભારતની મુશ્કેલીઓ વધારી શકે છે. ઈરાનના વિદેશ મંત્રી જવાદ જફીરે ગત સપ્તાહે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. અહેવાલ પ્રમાણે જરીફે ઈરાનના ચાબહાર પોર્ટને પાકિસ્તાનમાં ચીન દ્વારા વિકસીત કરવામાં આવનારા ગ્વાદર પોર્ટ સાથે જોડવાનો પ્રસ્તાવ મુક્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: અંબાણીના આવશે ‘અચ્છે દિન’, મોદી સરકાર પાસેથી છે આ આશા

કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઇ રહી છે. તેવામાં રિલાયન્સના ધીરુભાઇ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને પીએમ મોદીથી ઘણી આશાઓ છે. અનિલ અંબાણીને ખાસ કરીને આ આશા છે કે સરકાર બિન-બેન્કિંગ નાણાકીય સેવાઓ ક્ષેત્ર (એનબીએફસી) ને પૂરતી રોકડ ઉપલબ્ધ કરાવશે.

વધુ વાંચવા કરો ક્લિક-6: રશિયન છોકરી સાથેના વીડિયોને લઇને ઓસ્ટ્રીયાની સરકારે ગુમાવી પડી સત્તા

રશિયન છોકરી સાથે ઓસ્ટ્રીયાની ફ્રિડમ પાર્ટીના નેતાના લીક થયેલા વાયરલ વીડિયોએ હડકંપ મચાવી દીધો છે. વીડિયો વાયરલ થયો ત્યારથી લઇને અત્યાર સુધી આ વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો.

વધુ વાંચવા કરો ક્લિક-7: આ ક્રિકેટ અધિકારી મહિલાઓને VIDEO કોલ કરી કરતો અશ્લીલ વાતો, આ રીતે ફૂટ્યો ભાંડો!

મધ્યપ્રદેશ ક્રિકેટ સંધ (MPCA)ને એ સમયે મોટો ઝટકો લાગ્યો કે જ્યારે એના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાની એક ખરાબ વાત સામે આવી. સંઘને મેઈલ મળ્યો કે સંજીવ ગુપ્તા લગ્ન કરવાની વેબસાઈટ પરથી એક મહિલા સાથે અશ્લીલ અશ્લીલ વાતો કરતો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-8: “તારક મહેતા કા…”ની દિશા વાકાણી પર વિફર્યા ફેન્સ, કહ્યું આટલો ઇગો હશે લાગતું નહોંતું

લોકપ્રિય સિરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં દયાનો રોલ કરનાર દિશા વાકાણીને પ્રેક્ષકો લાંબા સમયથી મિસ કરી રહ્યા છે. તો કેટલાક દર્શકો હવે તેને ફરી ટીવીના પડદા પર જોવા માટે ઉતાવળા થયા છે અને તેઓ ઇન્સટાગ્રામ પર દિશાને ફરી એક્ટીવ થવા માટે કહી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: અમેઠીમાં ઐતિહાસિક જીત બાદ સ્મૃતિએ પૂરી કરી આ આકરી બાધા, જાણી ચોંકી જશો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે. જોકે આ જીત માટે સ્મૃતિ ઈરાનીએ ઘણી મહેનત પણ કરી હતી અને સાથે-સાથે એક બાધા પણ રાખી હતી જેને સ્મૃતિ ઈરાનીએ હવે પૂરી કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: એવું તે શું જોયું સની લિયોનીએ, જેના કારણે ઉડી ગયા તેના હોશ, જુઓ તસવીરો

બોલીવુડની બેબી ડોલમાં ‘સોને કી’ સોંગમાં ફેમસ થયેલી અભિનેત્રી સની લિયોની આમ તો હંમેશાં ચર્ચામાં રહે છે. પરંતુ હાલના સમયમાં તેનો એક ફોટો તમામ લોકોને આશ્ચર્ય કરી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: Menstrual Hygiene Day: પીરિયડ્સ દરમિયાન આ રીતે રાખો સ્વચ્છતાનું ધ્યાન

મહિલાઓને મેન્સ્ટ્રુએશન એટલે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા રાખવાને લઇને જાગૃતતા કરવાને લઇને દર વર્ષે દુનિયાભરમાં 28 મેંએ મેન્સ્ટ્રુઅલ હાઇઝીન ડે એટલે કે પીરિયડ્સ સ્વચ્છતા દિવસ મનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@06 PM: પરેશ ધાનાણીએ ધર્યું રાજીનામું, ભારત સાથે બદલો લેવાની તૈયારીમાં ઈરાન! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/28-may-2019-top-headlines-til-06-pm/
via Best Gujarati News