લોકસભાની ચૂંટણીમાં નાલેશી ભર્યા પરાજય બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પર અડગ છે. કોંગ્રેસના બે નેતા કે.સી. વેણુગોપાલ અને અહેમદ પટેલ સહિત બહેન પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ રાહુલને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો વિકલ્પ શોધી લેવામાં આવે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, નેતા રણદીપ સુરજેવાલા, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, ડેપ્યૂટી સીએમ સચિન પાયલટ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું છે કે હાલ પાર્ટીને નવો વિકલ્પ નથી મળી રહ્યો આથી તેઓ રાજીનામું ન આપે. સૂત્રોના કહેવા પર નવા અધ્યક્ષ તરીકે પ્રિયંકા ગાંધીનું નામ પણ ચર્ચામાં છે, જેના પર રાહુલ ગાંધી તૈયાર નથી.

સૂત્રોના કહેવા પ્રમાણે હાલ રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદે યથાવત રહેશે. પરંતુ, તેમણે નવા અધ્યક્ષની શોધ માટે એક મહિનાનો સમય આપ્યો છે. હાલ કેટલીક શરતોની સાથે રાહુલ અધ્યક્ષ પદે બની રહેશે.

શું કહેવું છે રાહુલ ગાંધીનું

રાહુલ ગાંધી હવે અધ્યક્ષ તરીકે નહીં પરંતુ કાર્યકર તરીકે કામ કરવા માંગે છે. તેમણે કહ્યુ કે તેઓ એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માંગે છે. રાહુલે એવું પણ કહ્યું હતું કે તેઓ દેશ આખામાં ફરીને કોંગ્રેસનો જનાધાર વધારવાનું કામ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં છેલ્લી વખત રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે. રાહુલ ગાંધી પોતાની જીદ પકડી રાખશે તો કોંગ્રેસના સીનિયર નેતાઓના નામ અંગે વિચારણા કરવામાં આવશે. નવા અધ્યક્ષ માટે કયા નામની ચર્ચા છે, હાલ તેના પર કંઈ કહેવામાં આવ્યું નથી.

પોતાના રાજીનામાની ઓફર સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ હતુ કે કોંગ્રેસ અધ્યક્ષ માટે માતા સોનિયા ગાંધી અથવા બહેન પ્રિયંકા ગાંધીનું નામ પણ આગળ ન ધરવામાં આવે. તેમના વિકલ્પ તરીકે કોઈ નોન ગાંધીનું નામ હોવું જોઈએ.

જુઓ આ વીડિયો પણ

લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાહુલ ગાંધીનો હઠાગ્રહ યથાવત, પાર્ટીને આપ્યો એક મહિનાનો સમય appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/rahul-gandhi-give-1-months-time-limit-to-party-for-finding-congress-president/
via Best Gujarati News