મોદીનું મુખડું, અમિત શાહની રણનીતિ અને ત્રણ નેતાઓની જમીન પર સખત મહેનત. આ વસ્તુનાં દમ પર ભાજપે પશ્વિમ બંગાળમાં ઈતિહાસ રચ્યો. 2014માં બે સીટો અને 2019માં લોકસભા ચૂંટણીમાં 18 સીટો જીતવા પાછળનું કારણ અમિત શાહની આ તિકડીની ચર્ચા ચોતરફ થઈ રહી છે.

કૈલાશ વિજયવર્ગીય

બંગાળમાં તૃણમુલ કોગ્રેસને જવાબ આપવા માટે શાહે કૈલાશ વિજયવર્ગીયને મેદાને ઉતાર્યા. એક આક્રમક નેતા તરીકે કૈલાશ જાણીતા છે. આ નેતાએ 2015 પછી જે નેતા ઘાયલ થયા હતા એનાં ઘરે જવાની શરૂઆત કરી હતી. માટે જે પરિવારે ભાજપ માટે એક માણસને ન્યોછાવર કરી દીધો એેને પણ શાંતવના મળી. આ કામનાં કારણે પ્રદેશમાં લોકો વચ્ચે આ નેતાની ચર્ચા થવા લાગી. માટે કૈલાશે તૃણમુલના ડરથી લોકોને બહાર લાવવામાં મદદ કરી. આ બધાનું પરિણામ ભાજપને 2016માં મળ્યું. અમિત શાહે મમતાને જવાબ આપવા માટે આ સિક્કાનો ઉપયોગ કર્યો.

મુકુલ રોય

મુકુલ રોયને મમતાનો ડાબો હાથ અથવા તો મોટો રાજદુત કહો તો ખોટું ન પડે. આજની તૃણમુલ કોગ્રેસ પાર્ટી જે સત્તામાં છે એનાં સંસ્થાપક સદસ્ય રહી ચૂક્યા છે. જ્યારે કોગ્રેસથી પાર્ટી અગલ પડી ત્યારે 1998માં પાર્ટીની સ્થાપનાં વખતે મમતા બેનરજી સાથે મુકુલ હાજર હતા.

મમતા જ્યારે 2011માં વિધાનસભા ચૂંટણીમાં જીતીને બંગાળની મુખ્યમંત્રી બનવા જઈ રહી હતી ત્યારે મુકુલને રેલ મંત્રી બનાવ્યાં. પરંતુ અંદરો અંદર મતભેદોના કારણે 2017માં મુકુલે પાર્ટી છોડી અને ભાજપમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અમિત શાહ અને કૈલાશે મળીને મુકુલને માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કહ્યું. તેમજ જેવી જ લોલસભા ચૂંટણી નક્કી આવી કે એને ઈલેક્શન કમિટિનો ઈન્ચાર્જ બનાવી દીધો.

આ નેતાએ ભાજપ માટે ન કાર્યકર્તાઓની કમી આવવી દીધી કે ન પ્રચાર માટેના સાધનોની. TMCનાં 1000થી પણ વધુ કાર્યકર્તાઓને ભગવાધારી કરી નાખ્યાં. એના નેતૃત્વ હેઠળ માત્ર ન લોકસભા જીતી પણ વિધાનસભામાં પણ 294માઁથી 150 વિધાનસભ્યોને TMCને પાછળ છોડી દીધી.

પુર્વ પ્રચારક પર રમ્યો દાવ

ત્રીજો શખ્સ છે દિલીપ ઘોષ. ક્યારેક RSSનાં પ્રચારક રહી ચૂકેલા દિલીપ આજે બંગાળનાં BJP અધ્યક્ષ છે. આ દિલીપ ઘોષની શોધ કરવા માટે કૈલાશ વિજયવર્ગીયનો મોટો હાથ છે. ભાજપ અધ્યક્ષની જવાબદારી સોંપવા માટે પણ કૈલાશે જ અમિત શાહને દિલીપ ઘોષનું નામ આપ્યું હતું.

એકવાર બન્યું એવું કે 1982થી ખડગપૂરની સીટ પર કોગ્રેસ જ જીત્યું હતું. તે સીટ પર 2016માં દિલીપ ઘોષે સોહનપાલને માત આપી અને ત્યારથી એ ભાજપનાં સ્ટારમાં સામેલ થઈ ગયાં. અમિત શાહે આ કારીગરીનો ઉપયોગ કરી મમતાને પરસેવો પડાવી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમિત શાહના આ 3 દિગ્ગજોએ મમતાને તેમના જ ગઢમાં રાતા પાણીએ રોવડાવ્યા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/in-west-bengal-elections-mamata-banerjee-amit-shah-mukul-roy-vijayvargiya-dilip/
via Best Gujarati News