લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ જનાદેશ બાદ કોંગ્રેસમાં આંતરીક ઘમાસાણ ચરમસીમાએ પહોંચી ગયું છે. એક તરફ રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના મૂડમાં છે તો બીજી બાજુ રાજ્યોમાં વરિષ્ઠ નેતાઓની જવાબદારી નક્કી કરવાની માંગણી ઉઠી રહી છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં મચેલી હલચલ વચ્ચે કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) સાથે ચાલી રહેલી કોંગ્રેસની ગઠબંધન સરકાર પર સંકટના વાદળો છવાવવા લાગ્યા છે.

બંને સહયોગી પક્ષો વચ્ચે તિરાડ પડવાના અહેવાલ વચ્ચે પોતાના કિલ્લાને બચાવવા માતે કોંગ્રેસે તેના બે વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને રાજ્યના પ્રભારી કેસી વેણુગોપાલને મારતા મોઢે બેંગલોર મોકલ્યા છે. બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ રાજ્યમાં ફરી એકવાર ચૂંટણી કરાવવાની માંગણી કરી છે.

યેદિયુરપ્પાએ કહ્યું કે…

ભાજપના કર્ણાટક એકમના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ આજે કહ્યું હતું કે, રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન વિધાનસભા ભંગ કરે અને નવેસરથી ચૂંટણી યોજવામાં આવે. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, રાજ્યની 28 લોકાસભા બેઠકોમાંથી 25 પર અમે વિજય મેળવ્યો છે અને 224 વિધાનસભાઓમાંથી 177માં અમે પહેલા નંબરે છીએ. આ સ્થિતિમાં સત્તારૂઢ ગઠબંધન વિધાનસભા ભંગ કરે અને નવેસરથી ચૂંટણી કરાવે. અમે તેના આ નિર્ણયનું સ્વાગત કરીશું.

હજી થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ ભાજપના વરિષ્ઠ નેતા એસ એમ કૃષ્ણાના બેંગલુરૂ સ્થિત ઘરે બંધ બારણે મુલાકાત કરી હતી. તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટીને પણ ડર છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ભાજપ તેના ધારાસભ્યોને ખરીદી શકે છે. આમ ના બને અને રાજ્યમાં સરકાર ટકી જાય તે માટે કોંગ્રેસે તેના બે યોદ્ધાને કર્ણાટક રવાના કરી દીધા છે.

જુઓ આ વીડિયો પણ

ગરબા પ્રેમીઓ માટે ખુશીના સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કર્ણાટકમાં ગમે ત્યારે લહેરાઈ શકે છે ભગવો? કિલ્લો બચાવવા દોડ્યા 2 કોંગી ‘યોદ્ધા’ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/azad-venugopal-rushing-to-bengaluru-amid-reports-of-rift-between-congress-jds/
via Best Gujarati News