પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને કેન્દ્રની ભાજપ સરકાર ઉત્સાહમાં છે. તેમજ એક મોટા ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે કેબિનેટે તો આ યોજનાને લીલી ઝંડી પણ મળી ચૂકી છે. આ યોજનામાં લાભ લેનારા લોકોની સંખ્યા વધે એ માટે 2020 સુધીમાં 8 કરોડ લોકોનાં ઘરમાં ઉજ્જવવા યોજનાં પહોંચે એવો ટાર્ગેટ નક્કી કરવામા આવ્યો છે અને જો વજનની વાત કરીએ તો 5 લિકોગ્રામના LPG સિલેન્ડરનો પણ વિકલ્પ આ વખતે મળવાનો છે.

સુત્રોનાં હવાલે એવું જાણવા મળ્યું છે કે આ યોજના માટે કેબિનેટમાંથી લીલી ઝંડી આપી દેવામાં આવી છે. એવું પણ બતાવવામાં આવ્યું છે કે પાછળનાં બે મહિનામાં 1.05 લાખ લોકોને 5 કિલોગ્રામ સિલેન્ડરનો લાભ તો મળી ચૂક્યો છે.

વોટ્સઅપથી પ્રચાર

આ વખતે સરકારે એક નવી પહેલ શરૂ કરી છે. યોજનાને વધારે લોકો સુધી પહોંચાડવા માટે સરકારે વોટ્સઅપથી પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ વખતે સરકારનો ટાર્ગેટ છે કે 8 કરોટ પરિવાર સુધી આ યોજના પહોંચે. તો વળી આ યોજનાને લઈ 12,800 કરોડનો ખર્ચો થશે એવું માનવામાં આવે છે.

યોજનાને લઈ સરકારની સહાય

*1 મે 2016માં થઈ હતી શરૂઆત
*સરકાર પ્રતિ કનેક્શન 1600 રૂપિયાની કરે છે મદદ
*ગરીબી રેખા નીચેનાં પરિવારોને LPG કનેક્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સત્તામાં આવતા જ BJP એક્શનમાં, લાવશે એવી યોજના કે 8 કરોડ પરિવાર હરખાઈ જશે! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/ujjwala-scheme-targets-8-cr-houseolds-by-2020-bjp-government/
via Best Gujarati News