મમતા બેનરજી આખરે ઢીલા ઢસ, PM મોદીના શપથ ગ્રહણમાં આપશે હાજરી
તાજેતરમાં જ સપાપ્ત થયેલી લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 36નો આંકડો જોવા મળ્યો હતો. ઘણીવાર તો એવા પણ સંજોગો ઉભા થયા જ્યારે બંને પક્ષના નેતાઓ વચ્ચે તણાવપૂર્ણ નિવેદનો પણ જોવા અને સાંભળવા મળ્યાં. આ ઘટનાક્રમ જોતા એવું જણાતુ હતું કે, બંને પાર્ટીના નેતાઓ વચ્ચે સંબંધો સામાન્ય બનવામાં ઘણો સમય લાગી શકે છે. પરંતુ આખરે મમતા બેનરજીને નમતું જોખવુ જ પડ્યું છે.
ભાજપે પશ્ચિમ બંગાળમાં સપાટો બોલાવતા 18 બેઠકો પર કબજો જમાવ્યો છે. જ્યારે મમતાની સત્તારૂઢ ટીએમસીને 22 જ બેઠકો મળી છે. ભાજપને આ જીત અપાવવામાં મુકુલ રોય અને બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયને મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. આ વખતે ભાજપ માટે પશ્ચિમ બંગાળમાંથી સામે આવેલા પરિણામોએ મમતા બેનરજીને રીતસરનો પરસેવો છોડાવી દીધો હતો.
Mamata to attend Modi's swearing-in
Read @ANI story | https://t.co/W0NS71S2jB pic.twitter.com/u17NpHTNIb
— ANI Digital (@ani_digital) May 28, 2019
પરંતુ ચૂંટણી દરમિયાન ભાજપ અને ટીએમસી વચ્ચે ઘણીવાર હિંસક તો ઘણી વાર શાબ્દિક દ્વંદ જોવા મળતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યું દરમિયાન દાવો કર્યો હતો કે મમતા દીદી તેમના માટે મીઠાઈ મોકલે છે તો મમતાએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આ વખતે બંગાળ તેમને કાંકરાની મીઠાઈ મોકલશે. ત્યાં સુધી કે મમતા બેનરજીએ તો નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન માનવાનો પણ ઈનકાર કરી દીધો હતો. પરંતુ મમતાએ નમતુ જોખતા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી 30મી મે ના રોજ રાજધાની દિલ્હી ખાતે યોજાનારા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આમ મમતાએ ભાજપ સાથે સંબંધો સુધારવાની શરૂઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મમતા બેનરજીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેનો તેમણે સ્વિકાર કર્યો હતો.
જુઓ આ વીડિયો પણ
વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણના કાર્યક્રમમાં બિમ્સ્ટેકના નેતાઓને આમંત્રણ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મમતા બેનરજી આખરે ઢીલા ઢસ, PM મોદીના શપથ ગ્રહણમાં આપશે હાજરી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/wb-cm-mamata-banarjee-to-attend-swearing-in-ceremony-of-pm-modi/
via Best Gujarati News
0 Comments