ભારતમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને સાંસદોની હોય છે આટલી સેલેરી, જાણીને રહી જશો દંગ
દેશના સંવિધાન પદે બેઠેલા લોકોની સેલેરી વિશે તમે ન જાણતા હોઈ તો આ સમાચાર વાંચવા તમારા માટે જરૂરી છે. ભારતનાં રાષ્ટ્રપતિની એક મહિનાની સેલેરી 5 લાખ રૂપિયા હોય છે. જાન્યુઆરી 2016માં 1.5 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી હતી. આ સાથે પણ ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે 25 કારનો કાફલો મળે છે. 300 એકરનું ભવન રહેવા માટે મળે છે. તેમજ 30 કરોડ રૂપિયા એક વર્ષનાં ભવન પાછળ ખર્ચ કરવા માટે મળે છે.
ભારતનાં ઉપરાષ્ટ્રપતિની એક મહિનાની સેલેરી 4 લાખ રૂપિયા હોય છે. તેમજ તેને પણ અન્ય ઘણી સુવિધા મળે છે. ત્યારબાદ વાત કરીએ રાજ્યોનાં ગવર્નરની તો એમને એક મહિનાની 3 લાખ 50 હજાર સેલેરી આપવામાં આવે છે. ભારતનાં મુખ્ય ન્યાયાધીશને 2 લાખ 80 હજાર સેલેરીનાં ભાગરૂપે મળે છે.
ભારતનાં પ્રધાનમંત્રીની એક મહિનાની સેલેરી 1.60 લાખ હોય છે. પ્રધાનમંત્રી બીજી પણ ઘણી સુવિધા આપવામાં આવે છે. જેમ કે 7 લોકકલ્યાણ માર્ગનો બંગલો, પર્સનલ સ્ટાફ, ખાસ સુરક્ષા ધરાવતી કાર વગેરે જેવી ઘણી સુવિધાઓ મળે છે. રિટાયર પછી પણ પ્રધાનમંત્રીને ઘણી સુવિધા મળે છે જેમ કે 20,000 રૂપિયા પ્રતિ મહિને, દિલ્હીમાં એક બંગલો, પીએફ વગેરે.
ત્યારે વાત કરીએ જો સૌથી વધુ સેલેરી આપતા રાજ્યની તો તેલંગાણા તેના વિધાનસભ્યોને સૌથી વધારે સેલેરી આપે છે. દર મહિને 2.5 લાખ રૂપિયા સેલેરી આપવામાં આવે છે. ત્યારબાદ દિલ્હીનાં વિધાનસભ્યોને 2 લાખ સેલેરી, ઉતર પ્રદેશમાં 1.87 લાખ, મહારાષ્ટ્રમાં 1.70 લાખ, જમ્મુ કાશ્મીરમાં 1.60 લાખ, ઉત્તરાખંડમાં 1.60 લાખ સેલેરી આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારતમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને સાંસદોની હોય છે આટલી સેલેરી, જાણીને રહી જશો દંગ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/salary-of-indian-mp-mla-prime-minister-president-and-vice-president/
via Best Gujarati News
0 Comments