તેલંગાણામાં એક જ દિવસમાં એક હજારથી પણ વધુ ગરીબોને જમાડવાનો એક કેસ સામે આવ્યો છે. ગૌતમ કુમાર નામના યુવકે આ કામ કરી બતાવ્યું અને નવો વિશ્વ રેકોર્ડ બનવ્યો છે. રવિવારે ત્રણ અલગ અલગ જગ્યાએ ગરીબોને જમાડવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ગૌતમનું નામ યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. ગૌતમ મુળ હૈદરાબાદમાં રહેવાળો છે અને તે એક NGO ચલાવે છે.

ગૌતમનું કહેવું છે કે, અમારો હેતું માત્ર એટલો જ છે કે કોઈ ભુખ્યું ન સુવે. અમે વધારે લોકોને કેવી રીતે ખાવાનું આપી શકીએ એ બાજુ કામ કરીએ છીએ. એમણે આગળ કહ્યું કે મને આ કામ કરીને આનંદ થાય છે અને સુકુન મળે છે. અમારી પાસે લગભગ 140 સ્વયંસેવક છે કે જે સતત આ જ દિશામાં કામ કરે છે.

ગૌતમે આ વિશ્વ રેકોર્ડ બનાવ્યાં પછી યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડમાં નામ તો સામેલ થયું જ પણ તેલંગાણાનાં પ્રમુખ ટીએમ શ્રીલતાનાં હાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું. ગૌતમે જે ત્રણ જગ્યાએ ગરીબોને જમવાનું આપ્યું એ જગ્યામાં હેદરાબાદની ગાંધી હોસ્પિટલ, રાજેન્દ્ર નગરનાં ગરીબો અને અમ્મા નન્ના અનાથઆશ્રમના બાળકોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post યુવકે એક જ દિવસમાં 1000થી પણ વધુ ગરીબોને જમાડી સ્થાપ્યો વિશ્વ રેકોર્ડ, મળ્યું આ મોટુંં સન્માન appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/gautam-kumar-made-a-world-record-by-feeding-the-one-thousand-poor-a-day/
via Best Gujarati News