બંગાળમાં ભાજપની વિજય રેલી પર બોમ્બ ફેંકાયા બાદ તણાવભરી સ્થિતિ
। કોલકાતા ।
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી વખતે હિંસાનો જે દોર શરૂ થયો છે એ હજી યથાવત છે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપના બે કાર્યકરોની હત્યા થઈ હતી અને મંગળવારે પાર્ટીની એક વિજય રેલી પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ ઘાયલ થયાની જાણ નથી. બે કાર્યકરોની હત્યા બાદ આ ઘટનાથી રાજ્યમાં તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે અને લોકોમાં અજંપો છે.
સોમવારે ભાજપના સમર્થકોએ બીરભૂમમાં એક વિજયી રેલી કાઢી હતી. આ રેલી મુરાદેશ્વર વિધાનસભા વિસ્તારથી લોકપુર કોલેજ સુધી જવાની હતી. જ્યારે આ રેલી તૃણમૂલ કોંગ્રેસની ઓફીસ પાસે પહોંચી ત્યારે તેના સમર્થકોએ ભાજપની રેલી પર બોમ્બ ફેંક્યા હોવાનો ભાજપે આરોપ લગાવ્યો છે. આ ઘટના બની એની પાસે મયૂરેશ્વર પોલીસ સ્ટેશન હતું અને પોલીસે તાત્કાલિક આ ઘટના પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી છે.
ત્રણ દિવસમાં બે કાર્યકરોની હત્યા
આ પહેલાં ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં રવિવારે ભાજપના કાર્યકર ચંદન શોની હત્યા કરવામાં આવી હતી. એ પછી નાદિયામાં ભાજપના સંતુ ઘોષની હત્યા કરવામાં આવી હતી. આમ ત્રણ દિવસમાં બે કાર્યકરોની હત્યાના પગલે ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર આ હત્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે પોલીસે પ્રારંભિક તપાસમાં આને રાજકીય સંબંધ નહીં હોવાનું જણાવ્યું હતું.
ભાજપ પર તોડફોડનો આરોપ
તૃણમૂલ કોંગ્રેસના પંડાવેસ્વરના વિધાનસભ્ય જિતેન્દ્ર તિવારીએ આરોપ લગાવ્યો છે કે ભાજપની જીત બાદ રાજ્યમાં તેના કાર્યકરો તાંડવ કરી રહ્યા છે. તેમણે તૃણમૂલ કોંગ્રેસના દુર્ગાપુર પાર્ટી કાર્યાલયમાં તોડફોડ કરી છે. જો ભાજપના કાર્યકરો આ બધું નહીં રોકે તો અમે શાંત નહીં બેસીએ. અમે પણ તેનો જવાબ આપીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બંગાળમાં ભાજપની વિજય રેલી પર બોમ્બ ફેંકાયા બાદ તણાવભરી સ્થિતિ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/in-bengal-bjp-vijay-rail/
via Best Gujarati News
0 Comments