પટના :

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની રાજીનામું આપવાની જીદ પડતી મુકવા આરજેડી નેતા લાલુપ્રસાદે રાહુલને અપીલ કરી હતી. લાલુએ કહ્યું હતું કે, ચૂંટણીમાં હારથી નિરાશ થઈને રાજીનામું આપવાના મુદ્દે રાહુલ ગાંધી ભાજપની જાળમાં ફસાય નહીં. તે આત્મઘાતી પૂરવાર થઈ શકે છે. રિમ્સ હોસ્પિટલમાં લાલુને મળવા ગયેલા લેખકનાં હવાલે આ અહેવાલ પ્રસિદ્ધ કરાયા હતા. લાલુએ કહ્યું કે ભાજપ એવું ઈચ્છે જ છે કે રાહુલ ગાંધી રાજીનામું આપે. રાહુલનો આ નિર્ણય સંઘ સામે લડનાર તમામ પરિબળોને નબળા પાડશે.

બહારનો કોંગ્રેસ પ્રમુખ બને તો રિમોટથી ચાલવાના આક્ષેપો કરાશે

લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, ગાંધી અને નહેરુ પરિવાર સિવાય બહારની કોઈ વ્યક્તિ કોગ્રેસ પ્રમુખ બનશે તો મોદી અને શાહ બ્રિગેડ આક્ષેપ કરશે કે તે સોનિયા અને રાહુલને ઈશારે રિમોટથી પાર્ટી ચલાવનાર નેતા છે. આ ખેલ લોકસભાની આગામી ચૂંટણી સુધી ચાલશે.

હારનાં ઘા પર મીઠું ભભરાવવાનો સમય નથી, રાહુલ શ્રેષ્ઠ : શશિ થરુર

કોંગ્રેસને પરાજય પછીનાં વમળમાંથી બહાર કાઢવા માટે રાહુલ ગાંધી જ શ્રેષ્ઠ વ્યક્તિ છે તેવું કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું હતું. આ ચૂંટણીની હારનાં ઘા પર મીઠું ભભરાવવાનો સમય નથી. ભૂતકાળમાં કોંગ્રેસને સંકટમાંથી નહેરુ ગાંધી પરિવારે જ ઉગારી છે. કોંગ્રેસ પાર્ટી જીવંત અને સક્રિય છે.

રાહુલે કોંગ્રેસને જીતાડવા ભારે પરિશ્રમ કર્યો : નવીન પટનાયક

ઓડિશાના મુખ્યપ્રધાન પદે ચૂંટાઈ આવેલા નવીન પટનાયકે કહ્યું કે, રાહુલે કોંગ્રેસને જીતાડવા ભારે મહેનત કરી પણ પરિણામો જુદા આવ્યા. અમારા વિકાસ તેમજ ગરીબો, મહિલાઓ, પછાતોનાં કલ્યાણ કાર્યક્રમોને કારણે અમે એન્ટી ઈન્કમ્બન્સીનો ભોગ બન્યા નહીં તેમ પટનાયકે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાહુલ ભાજપની જાળમાં ન ફસાય, આત્મઘાતી પુરવાર થશે : લાલુપ્રસાદ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/rahul-bjp-nish-n-fasas/
via Best Gujarati News