। નવી દિલ્હી ।

ઝારખંડના સેરાઇકેલા ખરસાવન જિલ્લામાં મંગળવારે વહેલી સવારે નકસલવાદીઓએ કરેલા એક આઇઇડી બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૧૬ જવાનને ઇજાઓ પહોંચી હતી. જેમાં ૩ની સ્થિતિ અત્યંત ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીઆરપીએફના સ્પેશિયલ જંગલ વોરફેર યુનિટ કોબ્રા અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમ સેરાઇકેલા ખરસાવન જિલ્લાના કુચાઇ વિસ્તારના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે સવારના પાંચ કલાકે આઇઇડી વિસ્ફોટ થયો હતો. ભયાનક વિસ્ફોટમાં કોબ્રા યુનિટના આઠ અને અન્ય રાજ્ય પોલીસના જવાનોને ઇજાઓ પહોંચી હતી. તેમને એરલિફ્ટ કરીને રાંચી લવાયા હતાં.

નક્સલવાદ ઉગ્ર બનાવવા કેશવરાજના પ્રયાસો

નકસલવાદીઓના સુપ્રીમો નંબલા કેશવરાવે ઝારખંડમાં નક્સલવાદ ઉગ્ર બનાવવા માટે તાજેતરમાં જ સરાયકેલા ખરસાવન વિસ્તારમાં એક બેઠક યોજી હતી. કેશવ રાવે ઝારખંડમાં નકસલવાદને વેગ આપવાની જવાબદારી પતિરામ માંઝીને સોંપી છે. માંઝી પર રાજ્ય સરકારે ૨૫ લાખનું ઇનામ જાહેર કરી રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઝારખંડમાં નક્સલવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ, ૧૬ જવાનો ઘાયલ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/jharkhand-naxalites-dual/
via Best Gujarati News