આજે અ’વાદમાં PM મોદીની બાયોપિકનું સ્પેશિયલ સ્ક્રીનિંગ, જાણો કોણ કોણ રહેશે હાજર
પીએમ નરેન્દ્ર મોદીનાં જીવન પરથી બની રહેલી બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી 24મી મેના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે.
ફિલ્મમેકરોએ ગત સપ્તાહે જ જાહેરાત કરી હતી કે લોકસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાતના એક દિવસ બાદ એટલે કે, 24મી મેએ અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત ફિલ્મ પીએમ મોદી દેશભરમાં રિલીઝ કરાશે. તે પહેલા આજે પીએમ મોદીની બાયોપિકનું અમદાવાદમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.
પીએમ મોદીના જીવન પર બનેલી ફિલ્મનું આજે અમદાવાદમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના સીએમ વિજય રૂપાણી, અભિનેતા વિવેક ઓબેરોય અને સાથી તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહીને ફિલ્મનું સ્ક્રીનિંગને નિહાળશે. ભાજપના હોદ્દેદારો પણ અમદાવાદમાં યોજાનાર સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજર રહેશે.
તમને જણાવી દઇએ કે, સોમવારે સવારે નાગપુરમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વિવેક ઓબેરોય અને ફિલ્મની ટીમ સાથે પોતાના નિવાસ સ્થાને ફિલ્મનું નવું પોસ્ટર લોન્ચ કર્યું હતું. ફિલ્મના પોસ્ટરને ધ્યાનથી હોતા પોસ્ટ ખૂબ જ અગ્રેસિવ બનાવાયું છે. પોસ્ટરમાં વિવેક ઓબેરોય શંખનાદ કરતો જોવા મળી રહ્યો છે.
ફિલ્મની ટેગ લાઇન રાખવામાં આવી છે કે આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઈ રોક નહીં શકતા (આવી રહ્યા છે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી, હવે કોઈ અટકાવી નહીં શકે) ફિલ્મનું આ પોસ્ટર પોતાનામાં જ બે અર્થ જણાવી રહ્યું છે.
ચૂંટણી પરિણામનું પણ અત્યારથી અવલોકન થઈ ગયું છે. ફિલ્મના પોસ્ટર લોન્ચ દરમિયાન નીતિન ગડકરીએ વડા પ્રધાનના કામોને યાદ કરી તેમની પ્રશંસા કરી હતી. વડા પ્રધાને વિશ્વભરમાં ભારતનું માન વધાર્યું છે. ગડકરીએ જણાવ્યું હતું કે મેં ફિલ્મ જોઈ છે, સમાજના યુવાનોને આ ફિલ્મ પ્રેરિત કરશે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે ખૂબ જ સારું કામ કર્યું છે. ટીમે ફિલ્મ પર ખૂબ જ મહેનત કરી છે અને ફિલ્મમાં એક સંદેશ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આજે અ’વાદમાં PM મોદીની બાયોપિકનું સ્પેશિયલ સ્ક્રીનિંગ, જાણો કોણ કોણ રહેશે હાજર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/today-pm-modis-biopic-special-screening-of-ahmedabad/
via Best Gujarati News
0 Comments